ગુજરાતચૂંટણી 2022

સુરતઃ 1.50 લાખ યુવા મતદારો પ્રથમ વાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે

  • 16 રિસિવીંગ-ડિસ્પેચીંગ સેન્ટરો ખાતેથી ઇવીએમ, વીવીપેટ સાથે સજ્જ થઇ ચૂંટણી સ્ટાફ ફરજ પર રવાના
  • સુરત જિલ્લાની 16 વિધાનસભાના 47,45,980 મતદારોના હાથમાં 168 ઉમેદવારોનું ભાવિ

સુરત જિલ્લાની ૧૬ વિધાનસભાની સામાન્ય ચુંટણીઓનું મતદાન 1 ડિસેમ્બરના રોજ યોજાશે. વિધાનસભાઓના રિસિવીંગ એન્ડ ડિસ્પેચીંગ સેન્ટરો ખાતેથી ચૂંટણી ફરજ પરના પ્રિસાઈડીંગ ઓફિસરો, પોલીંગ ઓફિસરો મતદાન માટેના ઇવીએમ, વીવીપેટ, સ્ટેશનરી સહિતની સાધન-સામગ્રી લઈને પોતપોતાના મતદાન મથકે પહોંચી ગયા છે. સુરત જિલ્લાની ૧૬ વિધાનસભાઓમાં 25,52,905 પુરૂષ મતદારો તથા 21,94,915 મહિલા મતદારો તથા 160 અન્ય મતદારો મળી કુલ 47,45,980 જેટલા મતદારોના મતથી 168 ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ થશે. જિલ્લામાં 4637 મતદાન મથકો પર ઉમેદવારોનું ભાવિ નક્કી થશે.

સુરતઃ 1.50 લાખ યુવા મતદારો પ્રથમ વાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે hum dekhenge news

16 વિધાનસભામાં સવારે આઠ વાગ્યાથી મતદાનનો પ્રારંભ

મતદાનના દિવસે દરેક મતદાન મથક પર સવારે 7.00 વાગે મોક પોલિંગ કરવામાં આવશે. ત્યારબાદ સવારે 8.00 વાગ્યાથી મતદાનનો પ્રારંભ થશે અને સાંજે 5.00 વાગ્યા સુધી ચાલશે. દરેક મતદાન મથકે પોલીસતંત્ર દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
જિલ્લા કલેકટર આયુષ ઓકે સુરત પશ્વિમ વિધાનસભામાં મતદાન મથકોની મુલાકાત લઈ તૈયારીઓની સમીક્ષા કરી હતી અે જે-તે વિધાનસભાના ચુંટણી અધિકારીઓ, મદદનીશ અધિકારીઓને જરૂરી સુચનો કર્યા હતા. તેમણે જણાવ્યું કે, જિલ્લામાં 794 ઈવીએમ મશીનોનું ટ્રેકિંગ અને જિલ્લાકક્ષાએ મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. જિલ્લામાં 1.50 લાખ જેટલા યુવા મતદારો પ્રથમવાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. મતદારો વધુમાં વધુ મતદાન કરે તેવા આશયથી ચુંટણીતંત્ર દ્વારા 16 વિધાનસભાઓમાં વિધાનસભાદીઠ એક-એક મોડેલ, એક-એક દિવ્યાંગ મતદાન મથકો, એક-એક ઈકોફ્રેન્ડલી મતદાન મથકો, 112 જેટલા મહિલા સંચાલિત સખી મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. શહેરી વિસ્તારમાં મજુરા વિધાનસભામાં યુવાઓ દ્વારા સંચાલિત એક મતદાન મથક તથા આદિવાસી વિસ્તાર એવા માંડવી અને બારડોલી વિધાનસભામાં એક-એક ટ્રાયબલ પોલીંગ સ્ટેશનો ઉભા કરવામાં આવ્યા છે.

સુરત જિલ્લામાં નિયત કરવામાં આવેલા માપદંડ ધરાવતા હોય તેવા દિવ્યાંગ તથા 80 વર્ષથી વધુ વયના 284 મતદારોએ વ્હીલચેર તથા 189 મતદારોએ સહાયક મેળવવાની માંગણી કરી છે, જ્યારે એક મતદારે વાહનની માંગણી કરી છે. આમ, કુલ 474 જેટલા મતદારોની માંગણી મુજબ જિલ્લા ચુંટણી તંત્ર દ્વારા તેઓને મતદાન કરવા માટેની સહાયક તથા વ્હીલચેરની સુવિધા પુરી પાડવામાં આવશે.

Back to top button