ગુજરાતટ્રાવેલ

ગુજરાતનો સંગીત વારસોઃ કચ્છનું પ્રાચીન લોકસંગીત વાદ્ય’સુરંદો’ વિલુપ્ત થવાના આરે

Text To Speech

કચ્છ જિલ્લામાં લોક સંગીત અને નૃત્યની સમૃદ્ધ સંસ્કૃતિ છે. અહીં લોકો સંગીત અને નૃત્યના ખૂબ શોખીન છે. અહીં કચ્છી લોક સંગીત પ્રાચીન કાળથી અસ્તિત્વમાં છે. તે પ્રાચીન લોકોથી શરૂ થઈ હતી જેનો ઉપયોગ તેમની લાગણીઓ દર્શાવવા માટે કરવામાં આવતો હતો. ધીરે ધીરે, આ સંગીત કચ્છી લોક સંગીત તરીકે વિકસિત થયું. કચ્છી લોકો દ્વારા તબલા, શરણાઇ,સુરંદો, નાગારા, મોરલી, ઝાજર, મન્જીરા, ખંજારી, ઘુઘર, વાંસળી, ડફલી, ઢોલક, ડમરુ, ડાક્લુ, નાગફણી, ભોરરિન્ડો જેવા સંગીતનાં વાદ્યોં વપરાતા જે બીજે ક્યાય જોવાયેલા સાધનો નથી. આ સંગીતનાં સાધનો કચ્છી લોકો અને તેમના ધર્મના ઘણા પાસાં સાથે જોડાયેલા છે. સંગીત સુફી અને લોક ગીતોથી પ્રભાવિત છે.

Surando, an ancient folk musical instrument of Kutch is on the verge of extinction
સુરંદો વાદ્યનો ફાઈલ ફોટો

આ વિસ્તારનું ખ્યાતનામ વાદ્ય ‘સુરંદો’ કચ્છમાંથી નામશેષ થવાને આરે છે. 2-3 કલાકારો માંડ આ વિદ્યાના જાણકાર બચ્યા છે. ગુજરાતનો કચ્છ જિલ્લો અનેક પ્રકારની કલા કારીગરી તેમજ કલાકારો માટે પ્રખ્યાત છે. કચ્છ જિલ્લામાં સંગીત ક્ષેત્રના અનેક શ્રેષ્ઠ વાદ્યો છે જેમાંનું એક વાદ્ય ‘સુરંદો’ છે. સુરંદો કચ્છ, સિંધ, સૌરાષ્ટ્ર અને રાજસ્થાનનું લોકપ્રિય વાદ્ય છે. જે હવે કચ્છ જિલ્લામાં લુપ્ત થઈ રહ્યું છે. હાલમાં કચ્છમાં એક પણ પરંપરાગત સુરંદો બનાવનાર નથી રહ્યા અને આ કળા વિલુપ્ત થવાના આરે પહોંચી ચુકી છે.કચ્છ જિલ્લામાં સંગીત ક્ષેત્રના અનેક શ્રેષ્ઠ વાદ્યો છે જેમાંનું એક વાદ્ય ‘સુરંદો’ છે. સુરંદો કચ્છ, સિંધ, સૌરાષ્ટ્ર અને રાજસ્થાનનું લોકપ્રિય વાદ્ય છે. જે હવે કચ્છ જિલ્લામાં લુપ્ત થઈ રહ્યું છે.

Surando, an ancient folk musical instrument of Kutch is on the verge of extinction‘સુરંદો’એ કચ્છનું એક પ્રાચીન લોકસંગીત વાદ્ય છે. તારવાળા આ તંતુવાદ્યને ગઝ અથવા ગાઝીથી વગાડવામાં આવે છે. સારંગી જેવું લાગતું આ વાદ્ય આમ તો બધા જ લાકડામાંથી બની શકે, પણ લાહિરો લાકડાને સુરંદો માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. સુરંદો બનાવવા માટે લાકડાને મોર જેવો આકાર આપવામાં આવે છે. સુરંદોનું ઉદભવ પાકિસ્તાનમાં થયું છે. કચ્છમાં આ વાદ્ય ફકીરાણી જત સમાજમાં જોવા મળે છે. જે આ કલા વંશ પરંપરાગત રીતે ઊતરી આવી છે. સુરંદો પાંચ તારનું તંતુ વાદ્ય છે. જે રોહીડાનાં લાકડામાંથી બનાવવામાં આવે છે. અને તેને પણછથી વગાડાય છે. આ પણછ ઘોડાની પૂછડીના વાળમાંથી બનાવાય છે. સુરંદાનો કલાકાર જયારે સુરંદો વગાડવા બેસે છે ત્યારે સૌ પ્રથમ પણછને જીણા પાતળાં પળ અથવા ‘બીચ્ચો’સાથે ઘસાય છે. જે સરગુના ઝળનું રસ હોય છે, ત્યાર બાદ પણછને તાર પર ઘસવાથી સુરંદોના સૂર ઉતપન્ન થાય છે. કચ્છના કલાકારોને સરકાર પ્રોત્સાહન પુરો પાડે તો કલાકારોને રોજગારી પણ મળે અને દેશ વિદેશમાં પોતાની કલાનું પ્રદર્શન પણ કરી શકે. કચ્છ જિલ્લામાં જેમ સરકાર પ્રવાસનને વેગ આપવા માટે અથાગ પ્રયત્નો કરે છે તે જ રીતે કલાકારો માટે પણ પ્રયત્નો કરે તો કચ્છના કલાકારો વિશ્વ સ્તરે પોતાની ઓળખ ઊભી કરી શકે છે.

Back to top button