ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, SC-ST અનામતમાં સબ-કેટેગરીને આપી માન્યતા

Text To Speech
  • રાજ્ય સરકારોને અનુસૂચિત જાતિ અને જનજાતિમાં સબ-કેટેગરી બનાવવાનો અધિકાર રહેશે

નવી દિલ્હી, 1 ઓગસ્ટ: અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે અનામત મુદ્દે સુપ્રીમ કોર્ટે આજે ગુરુવારે મોટો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે કહ્યું છે કે, “અનુસૂચિત જાતિ અને જનજાતિમાં સબ-કેટેગરી બનાવી શકાય છે. જોકે, અનામત હોવા છતાં, નીચલા વર્ગના લોકોને તેમનો વ્યવસાય છોડવો મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ સબ-કેટેગરીનો આધાર એ છે કે, મોટા ગ્રુપમાંથી એક ગ્રુપ વધુ ભેદભાવનો સામનો કરવો પડે છે.” સુપ્રીમ કોર્ટની સાત સભ્યોની બંધારણીય બેંચે 6/1 સાથે આ નિર્ણય આપ્યો હતો. CJI ચંદ્રચુડ સહિત 6 ન્યાયાધીશોએ આના પર સમર્થન દર્શાવ્યું હતું, જ્યારે જસ્ટિસ બેલા ત્રિવેદી તેની સાથે અસહમત રહ્યા હતા.

જસ્ટિસ ગવઈએ આંબેડકરના ભાષણને ટાંક્યું

7 જજોની આ બંધારણીય બેંચમાં સામેલ જસ્ટિસ બી.આર.ગવઈએ કહ્યું કે, તેમણે સામાજિક લોકતંત્રની જરૂરિયાત પર બી.આર.આંબેડકરના ભાષણને ટાંક્યું. જસ્ટિસ ગવઈએ કહ્યું કે, પછાત સમુદાયોને પ્રાધાન્ય આપવું એ રાજ્યની ફરજ છે, અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ વર્ગમાંથી માત્ર થોડા લોકો જ અનામતનો લાભ ઉઠાવી રહ્યા છે. આ સાથે, તેમણે કહ્યું કે, ‘ભૂમિગત વાસ્તવિકતા નકારી શકાય નહીં કે,SC/STની અંદર એવી શ્રેણીઓ છે, જે સદીઓથી જુલમનો સામનો કરી રહી છે.’

સુપ્રીમ કોર્ટના આ નિર્ણયે 2004માં આપવામાં આવેલા 5 જજોના નિર્ણયને પલટી નાખ્યો છે. સુપ્રીમ કોર્ટે તેના 2004ના નિર્ણયમાં કહ્યું હતું કે, અનામત આપવા માટે રાજ્યોને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને સબ-કેટેગરીમાં વિભાજીત કરવાનો અધિકાર નથી. જો કે હવે સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચના આ નિર્ણયનો અર્થ એ થશે કે, રાજ્ય સરકારોને અનુસૂચિત જાતિ અને જનજાતિમાં સબ-કેટેગરી બનાવવાનો અધિકાર રહેશે.

આ પણ જૂઓ: ‘પેપર લીકેજ આઉટસાઇડ, વોટર લીકેજ ઇનસાઇડ’ સંસદની નવી બિલ્ડિંગનો સાંસદે શેર કર્યો વીડિયો

Back to top button