ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મુસ્લિમ વિસ્તારને પાકિસ્તાન કહેનારા HCના જજની વધી મુશ્કેલી! SCએ લીધું સંજ્ઞાન

નવી દિલ્હી, 20 સપ્ટેમ્બર: કર્ણાટક હાઈકોર્ટના જજ વેદવ્યાસાચર શ્રીશાનંદની મુશ્કેલીઓ વધી ગઈ છે. તેમણે પશ્ચિમી બેંગલુરુના મુસ્લિમ પ્રભુત્વવાળા વિસ્તારને પાકિસ્તાન ગણાવ્યો હતો, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ દરમિયાન, હવે સુપ્રીમ કોર્ટે તેમની આ વિવાદાસ્પદ ટીપ્પણી પર આજે શુક્રવારે સુઓ મોટુ સંજ્ઞાન લીધું છે. મુખ્ય ન્યાયાધીશ ડી.વાય.ચંદ્રચુડે કહ્યું છે કે, “અમે આ મુદ્દે માર્ગદર્શિકા જારી કરીશું. કોર્ટની કાર્યવાહી દરમિયાન કર્ણાટક હાઈકોર્ટના જજ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓ પર મીડિયા રિપોર્ટ્સએ ધ્યાન દોર્યું છે.”

આ પાકિસ્તાન સંબંધિત વિવાદાસ્પદ ટિપ્પણીનો વીડિયો વાયરલ થયાંને થોડા સમય બાદ આજ જજનો વધુ એક વીડિયો વાયરલ થયો છે, જેમાં આ જજ મહિલા વકીલ પર અસંવેદનશીલ અને વાંધાજનક ટિપ્પણી કરતાં જોવા મળે છે. આ વીડિયોમાં જસ્ટિસ શ્રીશાનંદ વિપક્ષના વકીલ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપવા માટે મહિલા વકીલને ઠપકો આપતા જોવા મળે છે. જસ્ટિસ શ્રીશાનંદ મહિલા વકીલને કહે છે કે, તેણી વિરોધ પક્ષ વિશે ઘણું જાણે છે, અને તેણી આગામી વખતે તેમના અંડરગારમેન્ટ્સનો રંગ પણ કહી શકે છે. વાસ્તવમાં કર્ણાટક હાઈકોર્ટમાં એક કેસની સુનાવણી ચાલી રહી હતી તે દરમિયાન તેણે આ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી.

 

આગામી સુનાવણી 25મી સપ્ટેમ્બરે થશે

CJI ચંદ્રચૂડે કહ્યું કે, અમે કર્ણાટક હાઈકોર્ટના ન્યાયાધીશને વિનંતી કરીએ છીએ કે તેઓ હાઈકોર્ટના ચીફ જસ્ટિસના નિર્દેશો લીધા બાદ રિપોર્ટ સબમિટ કરે. મુખ્ય ન્યાયાધીશે આ માટે બે દિવસનો સમય આપ્યો છે. રિપોર્ટ સેક્રેટરી જનરલ હાઈકોર્ટ દ્વારા કરવામાં આવી શકે છે. AG અને SG કોર્ટને મદદ કરશે. કોર્ટ આ અંગે માર્ગદર્શિકા જારી કરશે. આ કેસની આગામી સુનાવણી 25 સપ્ટેમ્બરે થશે.

જસ્ટિસ શ્રીશાનંદે શું કહ્યું?

આ ટિપ્પણી કરનાર કર્ણાટક હાઈકોર્ટના જજ શ્રીશાનંદે બે કોમેન્ટ કરી છે. એક પાકિસ્તાન સાથે સંબંધિત હતી અને એક મહિલા વકીલ સાથે સંબંધિત હતી, જેની ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. આ ક્લિપ વાયરલ થયા બાદ સુપ્રીમ કોર્ટે આ મામલા અંગે સુઓ મોટુ સંજ્ઞાન લીધું છે.

 

 જસ્ટિસ શ્રીશાનંદે 28 ઓગસ્ટે એક કેસની સુનાવણી દરમિયાન કર્ણાટકના ગોરી પાલ્યા (મુસ્લિમ પ્રભુત્વ ધરાવતો વિસ્તાર)ને પાકિસ્તાન ગણાવ્યું હતું. શ્રીશાહ નંદાએ કહ્યું હતું કે, ગોરી પાલ્યામાં એક ઓટોમાં 10 લોકો જાય છે, ત્યાં કાયદો લાગુ થતો નથી, ગોરી પાલ્યાથી મૈસૂર ફ્લાયઓવર સુધીનો વિસ્તાર પાકિસ્તાનમાં છે, ભારતમાં નથી. અહીં કાયદો લાગુ પડતો નથી અને આ સત્ય છે. જસ્ટિસ નંદા રેન્ટ કંટ્રોલ એક્ટ સંબંધિત કેસની સુનાવણી કરી રહ્યા હતા.

આ પણ જૂઓ: મસ્જિદમાં ગેરકાયદે બાંધકામ બંધ ન થયું, ભારે વિરોધ વચ્ચે પ્રશાસન દ્વારા મોટી કાર્યવાહી

Back to top button