ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

લગ્નનો ખોટો વાયદો કરી સંબંધ બનાવ્યા, 16 વર્ષ સાથે રહ્યા બાદ મહિલાએ પુરુષ પર આરોપ લગાવતા સુપ્રીમ કોર્ટે આપ્યો આવો ચુકાદો

નવી દિલ્હી, 06 માર્ચ 2025: સુપ્રીમ કોર્ટે તાજેતરમાં જ એક મોટો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો કોઈ મહિલા લાંબા સમયથી લિવ ઈન રિલેશનશિપમાં છે તો પુરુષ પર એ આરોપ ન લગાવી શકે કે લગ્નનો ખોટો વાયદો કરી તેની સાથે શારીરિક સંબંધ બનાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે એવું પણ કહ્યું કે, આ પ્રકારના કિસ્સામાં એ નક્કી કરવું મુશ્કેલ હોય છે કે યૌન સંબંધો પાછળ કારણ ફક્ત લગ્નનો વાયદો હતો કે નહીં.

આ કિસ્સો એક બેન્ક મેનેજર અને તેની 16 વર્ષોથી લિવ ઈન પાર્ટનર, જે એક લેક્ચરર હતી. તેમની વચ્ચેનો હતો. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે, પુરુષે તેને લગ્નનો ખોટો વાયદો કરી તેની સાથે શારીરિક સંબંધ બનાવ્યા, જેના કારણે તેને બળાત્કારનો કેસ નોંધાવ્યો હતો.

બંને પાર્ટીઓ શિક્ષિત હતી

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ વિક્રમ નાથ અને સંદીપ મેહતાની બેન્ચે આ મામલામાં પુરુષ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા ગુનાહિત કાર્યવાહી ફગાવી દીધી. કોર્ટે કહ્યું કે, બંને પાર્ટીઓ શિક્ષિત હતી અને તેમનો સંબંધ સહમતિથી હતો.

કોર્ટે એવું પણ કહ્યું કે, બંને એકબીજાને મળતા હતા. ભલે તેઓ અલગ અલગ શહેરોમાં પોસ્ટેડ હતા. કોર્ટે આ મામલાને લિવ ઈન રિલેશનશિપમાં ખટાશનો મુદ્દો ગણાવ્યો હતો.

કોર્ટે પોતાનો ચુકાદામાં શું કહ્યું?

કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું કે, આ વિશ્વાસ કરવો અઘરો છે કે ફરિયાદકર્તા લગભગ 16 વર્ષો સુધી કોઈ પણ વિરોધ વિના આરોપીના યૌન સંબંધોના પ્રેશરનો સ્વીકાર કર્યો. જ્યારે આ આરોપ હતો કે લગ્નનો ખોટો વાયદા અંતર્ગત તેને શારીરિક સંબંધ બનાવવા માટે મજબૂર કરી હતી.

બંને પક્ષો વચ્ચે દગો થયો નથી

કોર્ટે એવું પણ કહ્યું કે, સંબંધનો લાંબો ગાળો એ સાબિત કરે છે કે, બંને પક્ષ વચ્ચે દગો નહોતો. 16 વર્ષના લાંબા ગાળામાં બંને વચ્ચે સતત યૌન સંબંધ એ સંકેત આપે છે કે, સંબંધમાં ક્યારેય દગો કે બળાત્કાર થયો નથી.

જ્યારે કોઈ મહિલા 16 વર્ષ સુધી કોઈ સંબંધમાં રહે છે તો…

સુપ્રીમ કોર્ટે એવું પણ કહ્યું કે, જ્યારે કોઈ મહિલા 16 વર્ષો સુધી સંબંધમાં રહે છે, તો તેનો આ આરોપ કે શારીરિક સંબંધ ફક્ત લગ્નના વાયદાના આધાર પર બન્યો હતો, વિશ્વાસ નથી આવતો. ભલે લગ્નો ખોટો વાયદો કર્યો હોય, મહિલાનું લાંબા સમય સુધી આ સંબંધમાં રહેવું તેના આરોપને નબળો બનાવો છે.

આ પણ વાંચો: ભારતમાં વધી રહી છે ધનવાન લોકોની સંખ્યા, 191 અબજોપતિ થયાં, તેમની સંપત્તિ જાણી ચોંકી જશો

Back to top button