બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને અવમાનના અંગે સુપ્રીમ કોર્ટે સમન્સ પાઠવ્યા
- અવમાનના નોટિસનો જવાબ નહીં આપવા બદલ બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને અદાલતમાં હાજર થવા સુપ્રીમ કોર્ટનો આદેશ
નવી દિલ્હી, 19 માર્ચ: પતંજલિની આયુર્વેદિક ઔષધીઓની જાહેરાતમાં એલોપેથિક દવાની અસરના દાવા અંગેના કેસમાં સુપ્રીમ કોર્ટે બાબા રામદેવ અને બાલકૃષ્ણને સમન્સ પાઠવ્યા છે. સુપ્રીમ કોર્ટે અવમાનના નોટિસનો જવાબ નહીં આપવા બદલ બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને અદાલતમાં હાજર થવાનો આદેશ કર્યો છે. આજે મંગળવારે આ મામલે સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું હતું અને બાબા રામદેવને પૂછ્યું હતું કે, “શા માટે કોર્ટની અવમાનના હેઠળ કાર્યવાહી ન કરવી જોઈએ. પ્રથમ નજરે આ બંનેએ કાયદાનું ઉલ્લંઘન કર્યું છે.” હવે આ કેસમાં આગામી સુનાવણી બે અઠવાડિયા પછી થશે.
#Breaking #SupremeCourt ordered for personal appearance of Swami Ramdev (Co-Founder of Patanjali) and Patanjali’s MD Acharya Balakrishna#SupremeCourt #MisleadingAdvertisements pic.twitter.com/pEMQ3WB43V
— Live Law (@LiveLawIndia) March 19, 2024
અગાઉની સુનાવણીમાં શું-શું થયું?
છેલ્લી સુનાવણીમાં, સર્વોચ્ચ અદાલતે પતંજલિ આયુર્વેદ અને તેના મેનેજિંગ ડિરેક્ટર આચાર્ય બાલકૃષ્ણને નોટિસ જારી કરી હતી, અને તેમના ઉત્પાદનોની જાહેરાત તેમજ તેની ઔષધીય અસરકારકતા અંગે કોર્ટમાં આપેલા કંપનીના સોગંદનામાનું પ્રથમ દૃષ્ટિએ ઉલ્લંઘન કરવા બદલ તેમની સામે અવમાનનાની કાર્યવાહી કરવા જણાવ્યું હતું. શા માટે કાર્યવાહી શરૂ ન થવી જોઈએ.
સુપ્રીમ કોર્ટે કેન્દ્રને ડાયાબિટીસ, બીપી, થાઇરોઇડ, અસ્થમા, ગ્લુકોમા અને સંધિવા વગેરે જેવા રોગોથી “કાયમી રાહત, ઇલાજ અને નાબૂદી”નું વચન આપતી જાહેરાત અંગે પતંજલિ સામે લેવાયેલા પગલાં અંગે કોર્ટને ખુલાસો રજૂ કરવા નિર્દેશ આપ્યો હતો.
આ વર્ષે ફેબ્રુઆરીમાં સુનાવણી દરમિયાન, સર્વોચ્ચ અદાલતે પતંજલિ આયુર્વેદને આગામી આદેશો સુધી રોગોની સારવાર માટે તેના ઉત્પાદનોની જાહેરાત કરવા પર રોક લગાવી હતી અને કહ્યું હતું કે “સમગ્ર દેશ સાથે છેતરપિંડી કરવામાં આવી છે.” જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ એ.અમાનુલ્લાહની બેંચે પતંજલિ આયુર્વેદ અને તેના અધિકારીઓને સારવારની કોઈપણ પદ્ધતિ વિરુદ્ધ પ્રિન્ટ અથવા ઈલેક્ટ્રોનિક મીડિયામાં કોઈ નિવેદન આપવા સામે પણ ચેતવણી આપી હતી.
સુપ્રીમ કોર્ટનું પતંજલિ આયુર્વેદની જાહેરાતો પર કડક વલણ
29 નવેમ્બર 2023ના રોજ સુપ્રીમ કોર્ટે પતંજલિ આયુર્વેદની જાહેરાતો સામે વાંધો ઉઠાવતી ઈન્ડિયન મેડિકલ એસોસિએશનની અરજી પર કડક વલણ દાખવ્યું હતું. એલોપેથી અને તેની દવાઓ તેમજ રસીકરણ વિશે પતંજલિ અને બાબા રામદેવના નિવેદનો અને જાહેરાતો વિરુદ્ધ ઈન્ડિયન મેડિકલ એસોસિએશનની અરજી પર સુનાવણી કરતા, જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રાની ખંડપીઠે પતંજલિને એલોપેથી વિશે ભ્રામક દાવા અને જાહેરાતો પ્રકાશિત કરતા જણાયા હતા. આ માટે પતંજલિને ઠપકો આપવામાં આવ્યો હતો.
આ પણ જુઓ: પશુપતિ પારસનું મોદી કેબિનેટમાંથી રાજીનામું, કહ્યું- ‘અન્યાય થયો’