સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઇકોર્ટની કાઢી ઝાટકણી; કહ્યું સુપ્રીમ કોર્ટથી વિરૂદ્ધ કેવી રીતે આપી શકે છે નિર્ણય
- બળાત્કાર પીડિતાએ ગર્ભપાત કરાવવાની પરવાનગી માંગી હતી, જે બાદ ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો, જ્યારે આ કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ હતી.
Supreme Court: ગુજરાત હાઈકોર્ટને લઈને સુપ્રીમ કોર્ટ દ્વારા ટિપ્પણી કરવામાં આવી છે, જેમાં સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જો કોઈ પણ કોર્ટ હાઈકોર્ટના નિર્ણય વિરુદ્ધ આદેશ આપે છે તો તે બંધારણીય સિદ્ધાંતની વિરુદ્ધ છે. ગુજરાત હાઈકોર્ટના નિર્ણય બાદ સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી કરી છે.
ઘટના શું બની? કેમ સુપ્રીમ કોર્ટ ગુજરાત હાઈકોર્ટ પર ગરમ થઈ?
ગુજરાત હાઈકોર્ટે બળાત્કાર પીડિતાની અરજી પર સુનાવણી કરતા પોતાનો ચુકાદો આપ્યો હતો, જેમાં તેણે કોર્ટ પાસે ગર્ભપાત માટે પરવાનગી માંગી હતી. ગુજરાત હાઈકોર્ટે આ મામલે પોતાનો ચુકાદો આપ્યો હતો, જ્યારે આ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની હતી. તે આજે (21 ઓગસ્ટ) માટે સૂચિબદ્ધ હતું. બળાત્કાર પીડિતાએ ગર્ભપાત કરાવવાની પરવાનગી માંગી હતી, જે બાદ ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો, જ્યારે આ કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ હતી. જેના કારણે સુપ્રીમ કોર્ટ ગુજરાત હાઈકોર્ટ પર ગરમ થઈ છે.
સુપ્રિમ કોર્ટે શું કહ્યું?
આ મામલે સુનવણી શરૂ થતાની સાથે જ ગુજરાત હાઈકોર્ટના નિર્ણયનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ગુજરાત હાઈકોર્ટ પર ટિપ્પણી કરતા જસ્ટિસ બી.વી. નગરત્ન અને જસ્ટિસ ઉજ્જવલ ભુઈયાની ખંડપીઠે કહ્યું કે ગુજરાત હાઈકોર્ટમાં શું થઈ રહ્યું છે? ભારતમાં કોઈપણ અદાલત હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ કોઈ નિર્ણય સંભળાવી શકતી નથી. આ બંધારણીય સિદ્ધાંતની વિરુદ્ધ છે.
આ મુદ્દે ગુજરાત સરકારે આપ્યો જવાબ
સુપ્રીમ કોર્ટના આ નિર્ણય પર નારાજગી વ્યક્ત કર્યા બાદ ગુજરાત સરકાર દ્વારા પણ જવાબ આપવામાં આવ્યો હતો. ગુજરાત સરકાર વતી સર્વોચ્ચ અદાલતમાં હાજર થયેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે આ કેસમાં જે આદેશ આપવામાં આવ્યો હતો તે અગાઉના આદેશમાં કારકુની ભૂલને સુધારવાનો હતો. તેણે કોર્ટને કહ્યું કે આ માત્ર એક ગેરસમજ હતી. એ પણ જણાવ્યું કે રાજ્ય સરકાર તરીકે જજને આદેશ પાછો ખેંચવા માટે અપીલ કરવામાં આવશે.
આ પણ વાંચો: આણંદ કલેટર હની ટ્રેપ કેસ : કેવી રીતે અને ક્યાં સ્પાય કેમેરા ગોઠવાયા તેનો થશે ખુલાસો