મણિપુર હિંસા: સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારની કાઢી ઝાટકણી; કર્યો પ્રશ્નોનો મારો
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે સોમવારે મણિપુર હિંસા અને મહિલાઓ પરના યૌન ઉત્પીડનના વાયરલ વીડિયો પર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને અનેક પ્રશ્ન પૂછ્યા છે.
સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે મણિપુરમાં જે કંઈ પણ થયું તે અંગે એવી દલીલ કરી શકાય નહીં કે દેશના અન્ય ભાગોમાં પણ આવું થઈ રહ્યું છે.
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતાવાળી બેંચ મણિપુર હિંસા પર અનેક અરજીઓ પર સુનાવણી કરી રહી છે.
સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશે કહ્યું, “અમે મણિપુરમાં વંશીય સંઘર્ષ દરમિયાન મહિલાઓ વિરુદ્ધ અભૂતપૂર્વ હિંસા જોઈ રહ્યા છીએ. આ મામલામાં બંગાળ અને અન્ય રાજ્યોમાં મહિલાઓ વિરુદ્ધ હિંસાના દાખલા આપવામાં આવી રહ્યા છે, પરંતુ આ મામલો અલગ છે. તમે મને કહો કે મણિપુરની સ્થિતિ સુધારવા શું કરી શકાય? મણિપુરનો મામલો અન્યત્ર મહિલાઓ સામેની હિંસાને ટાંકીને ન્યાયી ઠેરવી શકાય નહીં.
આ કેસમાં મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડે રાજ્ય સરકાર તરફથી હાજર રહેલા તુષાર મહેતાને પૂછ્યું હતું કે, “આ ઘટના 4 મેના રોજ બની હતી અને 18 મેના રોજ ઝીરો એફઆઈઆર થઈ રહી છે.” FIR નોંધવામાં પોલીસને 14 દિવસ કેમ લાગ્યા? 4 મેથી 18 મે દરમિયાન પોલીસ શું કરી રહી હતી?
બેંચે એ પણ નોંધ્યું હતું કે જાતીય હુમલો કરતા પહેલા ટોળા દ્વારા બે મહિલાઓને નગ્ન પરેડ કરવાની ભયાનક ઘટના કોઈ અલગ ઘટના નથી.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે આવા ઘણા ઉદાહરણો હશે. બે અઠવાડિયા પહેલા બે મહિલાઓ પર યૌન શોષણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ચીફ જસ્ટિસે સોલિસિટર જનરલને પૂછ્યું કે, 4 મેના રોજ તરત જ FIR કેમ નોંધવામાં ન આવી, પોલીસને શું સમસ્યા હતી?
આ પણ વાંચો- સુપ્રીમ કોર્ટે મોબ લિન્ચિંગ સંબંધિત PIL પર કેન્દ્ર અને છ રાજ્યો પાસેથી માંગ્યો જવાબ
સોલિસિટર જનરલ મહેતાએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે વીડિયો વાયરલ થયાના 24 કલાકની અંદર સાતની ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે આના પર એ પણ પૂછ્યું કે અત્યાર સુધીમાં કેટલી FIR નોંધાઈ છે.
તુષાર મહેતાએ જણાવ્યું કે અત્યાર સુધીમાં તે ચોક્કસ પોલીસ સ્ટેશનમાં 20 FIR નોંધાઈ છે અને રાજ્યમાં 6000થી વધુ FIR નોંધાઈ છે.
તેના પર ચીફ જસ્ટિસે કહ્યું કે, એક બીજી વાત. તમે કહ્યું કે કુલ 6000 FIR નોંધવામાં આવી છે. આમાં અલગ-અલગ કેસ શું છે? કેટલી FIRમાં મહિલાઓ વિરુદ્ધના ગુનાઓનો સમાવેશ થાય છે? હત્યા, આગચંપી, ઘર સળગાવવા જેવા અન્ય ગંભીર ગુનાઓમાં કેટલા સંડોવાયેલા છે? વ્યક્તિ સામેના ગુનાઓ વચ્ચેનું વિભાજન શું છે? મિલકતો સામે ગુનો, પૂજા સ્થાનો સામે ગુનો?”
ચીફ જસ્ટિસે કહ્યું, “અમે માત્ર એક વીડિયોથી ચિંતિત નથી. રાજ્યમાં જે પ્રકારની હિંસા થઈ છે અને ત્યાં શું થઈ રહ્યું છે તે અંગે અમે ખૂબ જ ચિંતિત છીએ. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને અનેક પ્રશ્ન પૂછ્યા છે, આ તમામ પ્રશ્નના જવાબ સરકારે આગામી સમયમાં કોર્ટને આપવા પડશે. તે ઉપરાંત હિંસાને કંટ્રોલ કરવા માટે પણ કોર્ટે નક્કર પગલા ભરવાના સૂચનો કર્યા છે.
આ પણ વાંચો- મણિપુર હિંસામાં જીવ ગુમાવનારાઓમાં કુકી લોકોની સંખ્યા બે તૃતીયાંશ; 181 મૃતકોમાં 113 કુકી: રિપોર્ટ