ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો: મહિલા પોતાની મરજીથી અલગ રહે તો પણ તે ભરણ પોષણની હકદાર

નવી દિલ્હી, 12 જાન્યુઆરી 2025: સુપ્રીમ કોર્ટે શુક્રવારે પોતાના એક મહત્વના ચુકાદામાં કહ્યું કે, પતિની મરજી વિરુદ્ધ મહિલા જો પોતાની મરજીથી માન્ય કારણોના આધાર પર અળગ રહે તો પણ તે ભરણ પોષણની હકદાર છે. ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાની આગેવાનીવાળી બેન્ચ સામે આ કાનૂની સવાલ હતો કે શું એક પતિ જેણે દાંપત્ય જીવન યથાવત રાખવાના મામલામાં પોતાના ફેવરમાં ડિક્રી એટલે ચુકાદો મેળવ્યો છે, તે CRPCની કલમ- 125 અંતર્ગત પોતાની પત્નીને ભરણ પોષણ આપવાથી બચી શકે? જો પત્ની ડિક્રી છતાં પતિ સાથે રહેવાની ના પાડે અને તે પોતાના પતિ સાથે રહેવા તૈયાર નથઈ તો પણ શું તે ભરણ પોષણ મેળવવાની હકદાર છે?

સુપ્રીમ કોર્ટે શું ચુકાદો આપ્યો

સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે, જો પત્ની પાસે માન્ય અને પુરતા કારણો છે, તો તે દાંપત્ય જીવન યથાવતા રાખવા માટે પતિના ફેવરમાં ડિક્રી હોવા છતાં પણ ડિક્રીનું પાલન કરવા છતાં તે ભરણ પોષણનો દાવો કરવાનો અધિકાર ધરાવે છે. હકીકતમાં જોઈએ તો, હિન્દી મેરેજ એક્ટની ધારા-9 અંતર્ગત પતિ પોતાના વૈવાહિક અધિકારને ફરીથી લાગૂ કરવા માટે અરજી દાખલ કરી શકે છે, જેથી તેનું દાંપત્ય જીવન ફરી શરુ થઈ શકે.

કયા કેસમાં કરી હતી ટિપ્પણી

સુપ્રીમ કોર્ટે હાલના કેસમાં એ વાતને ધ્યાને લીધી કે, પતિએ તે સમયે પોતાની પત્નીને નજર અંદાજ કરી જ્યારે તેનો ગર્ભપાત થયો. આ દરમ્યાન મહિલા સાથે તેનો પતિએ સારો વ્યવહાર નહોતો કર્યો. આ કારણે કોર્ટે માન્યું કે પત્ની પાસે આ વાતના માન્ય કારણો હતો કે તે પતિ સાથે રહેવાની ના પાડી દે. સુપ્રીમ કોર્ટે આ દરમ્યાન સ્પષ્ટ કરી દીધું કે, દાંપત્ય જીવન ચાલુ રાખવા માટે પતિના ફેવર ડિક્રી પ્રાપ્ત થવાથી તે શખ્સ પોતાની પત્નીને ભરણ પોષણ આપવાની મુક્ત થઈ શકતો નથી.

મહિલાઓને અધિકારોથી વંચિત કરી શકીએ નહીં

વડી અદાલતે કહ્યું કે, સીઆરપીસીની કલમ 125ની જોગવાઈ મહિલાઓને તેમના અધિકારોથી વંચિત કરવા માટે નથી. પણ તેમની સામાજિક સુરક્ષાની ખાતરી કરવા માટે બનાવી છે. સુપ્રીમ કોર્ટે ઝારખંડ હાઈકોર્ટના ચુકાદાને ફેરવતા પત્નીની અપીલ સ્વીકાર કરી અને ફેમિલી કોર્ટ દ્વારા પાસ આદેશને લાગૂ કર્યો. તેમાં પતિને 10,000 રુપિયા દર મહિને ભરણ પોષણ આપવાનો નિર્દેશ કર્યો હતો. હાઈકોર્ટે ફેમિલી કોર્ટના ચુકાદાનો ફેરવી નાખ્યો હતો, જેને મહિલાએ સુપ્રીમ કોર્ટમાં પડકાર આપ્યો હતો.

આ પણ વાંચો: પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં આ દેશના પ્રમુખ હશે મુખ્ય અતિથિ? ભારતની મુલાકાત બાદ પાક.નહીં જાય!

Back to top button