ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સાંસદો પર 24 કલાક દેખરેખ રાખવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી, અરજદારને પાંચ લાખનો દંડ

Text To Speech
  • અમે દેશના તમામ સાંસદો અને ધારાસભ્યો પર નજર રાખી શકતા નથી: બંધારણીય બેંચ  

નવી દિલ્હી, 1 માર્ચ: સર્વોચ્ચ અદાલતે શુક્રવારે વધુ સારી પારદર્શિતા માટે તમામ ચૂંટાયેલા સાંસદો અને ધારાસભ્યોની પ્રવૃત્તિઓ પર ડિજિટલ દેખરેખ રાખવાની માંગ કરતી અરજી (PIL)ની સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. આ દરમિયાન CJI ડી.વાય.ચંદ્રચુડની આગેવાની હેઠળની જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની ખંડપીઠે કહ્યું કે, “અમે દેશના તમામ સાંસદો અને ધારાસભ્યો પર નજર રાખી શકતા નથી. રાઈટ ટુ પ્રાઈવસી નામની પણ કોઈક બાબત હોય છે. તેઓ જે કરે છે તેના પર દેખરેખ રાખવા માટે અમે તેમના હાથ-પગ બાંધી શક્યતા નથી કે પગ અથવા હાથ પર ઇલેક્ટ્રોનિક ચિપ્સ મૂકી શકતા નથી.”

 

ચૂંટાયેલા પ્રતિનિધિઓનું પણ પોતાનું અંગત જીવન હોય છેઃ SC

તમામ સાંસદોની 24 કલાક સીસીટીવી દેખરેખ માટે દાખલ કરવામાં આવેલી અરજી પર આશ્ચર્ય વ્યક્ત કરતા બેંચે કહ્યું કે, “ચૂંટાયેલા પ્રતિનિધિઓનું પણ પોતાનું અંગત જીવન હોય છે.” જ્યારે અરજદારે પોતાનો કેસ રજૂ કરવા માટે 15 મિનિટનો સમય માંગ્યો ત્યારે સુપ્રીમ કોર્ટે તેને 5 લાખ રૂપિયાના દંડ ફટકાર્યો હતો. કોર્ટે કહ્યું કે, “ કોર્ટના સમયનો વ્યય થતાં 5 લાખ રૂપિયા વસૂલવામાં આવશે અને જો અમે અરજીને ફગાવી દઈએ તો તે જમીન મહેસૂલના રૂપે વસૂલવામાં આવશે.”

PILમાં માંગવામાં આવેલી રાહતથી સુપ્રીમ કોર્ટ નારાજ થઈ

અરજદારે રૂબરૂ હાજર રહીને દલીલ કરી હતી કે, “સાંસદો અને ધારાસભ્યો લોકપ્રતિનિધિત્વ અધિનિયમ હેઠળ પગારદાર પ્રતિનિધિઓ છે જેઓ કાયદા, યોજનાઓ અને નીતિઓ બનાવવામાં લોકોના અભિપ્રાયનું પ્રતિનિધિત્વ કરે છે અને ચૂંટણી પછી તેઓ શાસક તરીકે વર્તવાનું શરૂ કરે છે.” PILમાં માંગવામાં આવેલી રાહતથી નારાજ સુપ્રીમ કોર્ટે બંધારણની કલમ 32 હેઠળ દાખલ કરવામાં આવેલી આ અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો હતો. જો કે, તેણે અરજદાર પર કોઈ દંડ લાદ્યો નથી.

આ પણ જુઓ: ‘…તો પત્નીને ભરણપોષણ નહિ મળે’ : ભરણપોષણ અંગે હાઈકોર્ટનો મોટો નિર્ણય

Back to top button