સુપ્રીમ કોર્ટે નોટબંધીને પડકારતી તમામ અરજીઓ ફગાવી, જાણો શું કહ્યું
સુપ્રીમ કોર્ટે નોટબંધીને લઈને આજે મોટો નિર્ણય કર્યો છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારના 2016માં 500 અને 1000 રૂપિયાની નોટ બંધ કરવાના નિર્ણયને યથાવત રાખ્યો છે. મોદી સરકારના નોટબંધીને પડકારતી 58 અરજીઓ પર સુનાવણી કરી હતી. જેને લઈને આજે સુપ્રીમ કોર્ટે તેનો ચુકાદો સંભળાવ્યો છે.
નોટબંધીના નિર્ણયને પડકારતી અરજીઓને સુપ્રીમ કોર્ટે ફગાવી
2016 કરવામાં આવેલ નોટબંધીનો નિર્ણય આજે જાહેર કરવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે 1000 અને 500 રૂપિયાની ચલણી નોટો પર પ્રતિબંધ મૂકવાના કેન્દ્રના નવેમ્બર 2016ના નિર્ણયને પડકારતી અરજીઓને ફગાવીને નોટબંધીને યોગ્ય જાહેર કરી છે. અને સુપ્રીમ કોર્ટે કહ્યું કે નોટબંધી પહેલા કેન્દ્ર અને આરબીઆઈ વચ્ચે ચર્ચા થઈ હતી.અને નોટબંધીનો નિર્ણય લેતી વખતે અપનાવવામાં આવેલી પ્રક્રિયામાં કોઈ ખામી નહોતી. જેથી સુપ્રીમ કોર્ટે કેન્દ્રના નિર્ણયને માન્ય રાખ્યો અને 2016માં રૂ. 500 અને રૂ. 1000ની નોટોને બંધ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયને યથાવત રાખ્યો છે.
નોટબંધીને ખોટી રીતે જાહેર કરનારી અરજીઓ દાખલ કરી હતી
ઉલ્લેખનીય છે સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે 2016માં નોટબંધીને ખોટી રીતે જાહેર કરનારી અરજીઓ પર સુનાવણી કરી હતી. સુનાવણી દરમિયાન અરજદારોએ દલીલ કરી હતી કે નોટબંધી માટે જરૂરી પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું ન હતું. અને યોગ્ય પ્રક્રિયાને અનુસર્યા વગર જ 8 નવેમ્બર 2016 ના રોજ અચાનક જાહેરાત કરવામાં આવી હતી કે 500 અને 1000 ની જૂની નોટો ચલણમાંથી દૂર કરવામાં આવી છે.તેવો દાવો કરવામાં આવ્યો હતો.
સુપ્રીમ કોર્ટેની પાંચ જજોની બેન્ચે સંભળાવ્યો નિર્ણય
સુપ્રીમ કોર્ટે 1000 અને 500 રૂપિયાની ચલણી નોટો પર પ્રતિબંધ મૂકવાના કેન્દ્રના નવેમ્બર 2016ના નિર્ણયને પડકારતી અરજીઓને ફગાવીને નોટબંધીને યોગ્ય જાહેર કરી છે. સરકારના આ પગલાથી રાતોરાત 10 લાખ કરોડ રૂપિયા સર્ક્યુલેશનમાંથી પાછા ખેંચી લેવામાં આવ્યા હતા. જસ્ટિસ S. A. નઝીરની આગેવાની હેઠળની પાંચ જજોની બંધારણીય બેન્ચે આ મામલે પોતાનો ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી કેન્દ્રને મોટી રાહત મળી છે.
આ પણ વાંચો : ભાવનગર : ફૂડ પોઈઝનિંગના કારણે 100 થી વધુ બાળકોને અસર, મોટી સંખ્યામાં લોકો સારવાર હેઠળ