NEET MDS પરીક્ષા નિર્ધારિત સમય પર લેવાશે, સુપ્રીમ કોર્ટે તારીખ લંબાવવાનો ઇનકાર કર્યો
નવી દિલ્હી, 21 ફેબ્રુઆરી: સુપ્રીમ કોર્ટે નેશનલ એલિજિબિલિટી-કમ-એન્ટ્રન્સ ટેસ્ટ- માસ્ટર ઑફ ડેન્ટલ સર્જરી એટલે NEET MDS 2024 પરીક્ષા અને ઇન્ટર્નશિપની કટઑફ તારીખ લંબાવવાનો ઇનકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટના આ આદેશ બાદ હવે NEET 2024ની પરીક્ષા તેની નિર્ધારિત તારીખે લેવામાં આવશે. મહત્ત્વનું છે કે, NEET MDS પરીક્ષા 18 માર્ચ, 2024 ના રોજ દેશભરના નિયુક્ત પરીક્ષા કેન્દ્રો પર લેવામાં આવશે. આ પરીક્ષા માટેની અરજી પ્રક્રિયા 19 ફેબ્રુઆરી 2024 સુધીમાં પૂર્ણ કરવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટની બેન્ચે આ નિવેદન આપ્યું
સુપ્રીમ કોર્ટમાં NEET MDS 2024 મુલતવી રાખવા સંબંધિત સુનાવણી ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની અધ્યક્ષતામાં હાથ ધરવામાં આવી છે. આ કેસની સુનાવણી કરતી વખતે, બેન્ચે તેના નિર્ણયમાં નેશનલ ડેન્ટલ કમિશન દ્વારા કરવામાં આવેલી વિનંતી પર કહ્યું હતું કે તેમણે આ મામલાને ઉકેલવામાં સરકારની ભૂમિકા પર ભાર મૂક્યો છે અને સરકારને આ મામલાના સમાધાનમાં હસ્તક્ષેપ કરવા પણ કહ્યું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ મામલે અંતિમ નિર્ણય લેવા માટે કેન્દ્ર સરકાર યોગ્ય સંસ્થા છે. સુપ્રીમ કોર્ટે આ માટે કેન્દ્રને સૂચના પણ આપી હતી.
પરીક્ષા સ્થગિત કરવા અરજી કરવામાં આવી હતી
NEET પરીક્ષામાં ભાગ લેવા જઈ રહેલા વિદ્યાર્થીઓ વતી આ અરજી દાખલ કરવામાં આવી હતી કે નેશનલ મેડિકલ કમિશન (NMC)ને આ પરીક્ષા જુલાઈ 2024 સુધી મુલતવી રાખવાનો આદેશ આપવામાં આવે અને ઈન્ટર્નશિપની કટઓફ તારીખ પણ લંબાવવામાં આવે.
આ પણ વાંચો: NEET UG માટે અરજી કરતાં પહેલા જાણો પરીક્ષામાં શું ફેરફારો થયા