મણિપુર હિંસા: કુકી સમુદાયની સુરક્ષાની માંગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટે તાત્કાલિક સુનાવણી કરવાનો કર્યો ઇનકાર ; જાણો કેમ
Manipur Violence: હિંસા પ્રભાવિત મણિપુરમાં શાંતિ સ્થાપિત કરવાની કોશિશ સફળ થઈ રહી નથી. સુરક્ષાદળોની ભારે તૈનાતી છતાં હિંસાની ઘટનાઓ સામે આવી રહી છે. આ વચ્ચે સુપ્રીમ કોર્ટે કૂકી સમુદાયની સુરક્ષાની માંગને લઈને દાખલ એક અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાથી ઇનકાર કરી દીધો છે.
સુપ્રીમ કોર્ટે મંગળવારે (20 જૂન) મણિપુર ટ્રાઇબલ ફોરમ તરફ દાખલ અરજી પર તાત્કાલિક ધોરણે સુનાવણી કરવાથી ઇનકાર કર્યો. આ અરજીમાં કૂકી સમુદાયે માંગ કરી હતી કે તેમની સુરક્ષા માટે ભારતીય સેનાને નિયુક્ત કરવામાં આવે. આના પર સુપ્રીમ કોર્ટે કેસની સુનાવણી માટે આગામી તારીખ 3 જૂલાઇ નિશ્ચિત કરી છે.
સુપ્રીમ કોર્ટે શું કહ્યું?
કુકી સમુદાયની રક્ષા અંગેની અરજી પર તરત જ કાર્યવાહીથી ઇનકાર કરતાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ સ્પષ્ટ રીતે લો એન્ડ ઓર્ડરનો કેસ છે. તો કેન્દ્ર સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે સુરક્ષા એજન્સીઓ મણિપુરમાં હાજર છે અને સ્થિતિ પર નિયંત્રણ કરવા માટે સંભવ તમામ કોશિશ કરી રહી છે. મણિપુરમાં મેની શરૂઆતમાં જાતિય હિંસા ફેલાઇ ગઈ હતી.
મૈતેઇ સમુદાયને આદિવાસી સમુદાયનો દરજ્જો આપવાની માંગ પર કૂકી સમુદાયે એક રેલી કાઢી હતી, તે પછી હિંસા શરૂ થઇ અને અત્યાર સુધી તે રોકાઇ રહી નથી. મણિપુર હિંસામાં અત્યાર સુધી 110થી વધારે લોકોના મોત થઈ ચૂક્યા છે. તે ઉપરાંત હજારો લોકોને વિસ્થાપનનો શિકાર પણ બનવું પડ્યું છે.
મહત્વપૂર્ણ બાબત તે છે કે, સુરક્ષાદળો અને સૈન્યદળોની હાજરી હોવા છતાં ઇમ્ફાલની આસ-પાસના વિસ્તારોમાં હિંસાની ઘટનાઓ સામે આવી રહી છે. આ દરમિયાન રાજ્ય સરકાર સાથે કેન્દ્રીય મંત્રીના ઘરો ઉપર પણ ઉગ્રવાદીઓએ હુમલો કરીને આગચંપી કરી છે. મણિપુર પોલીસે એવી 22 ઘટનાઓની એફઆઈઆર નોંધી છે જેમાં પોલીસે પોતાના પર હુમલાઓ થવાની અને હથિયાર લૂંટવાની વાત કહી છે.
આ રિપોર્ટમાં સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે રાજ્યમાં પોલીસ જ સુરક્ષિત નથી તો પછી સામાન્ય લોકોની સ્થિતિનો સામાન્ય રીતે અંદાજ લગાવી જ શકાય છે.
આ પણ વાંચો- રાજનેતાના પુત્રને ફાયદો પહોંચાડવા બદલ્યા નિયમ; 1600 કરોડ રૂપિયાનો આપી દેવાયો કોન્ટ્રાક્ટ