ભુજ, 16 ફેબ્રુઆરી 2024, ગુજરાતના પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પોલીસ અધિકારીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. પશ્ચિમ કચ્છ CID ક્રાઈમમાં 6 પોલીસ અધિકારી સહિત 19 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. પશ્ચિમ કચ્છના તાત્કાલિક SP, DYSP, PSI સહિત ઇલેક્ટ્રોથર્મના માલિકો સામે ફરિયાદ નોંધાઈ છે. વર્ષ 2015ના બનાવની ફરિયાદ કોર્ટના આદેશ બાદ સીઆઇડીએ ફરિયાદ નોંધી છે.
ઇલેક્ટ્રોથર્મના માલિક શૈલેષ ભંડારી સામે પણ ફરિયાદ
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પશ્ચિમ કચ્છ CIDએ પોલીસ અધિકારીઓ સામે ફરિયાદ નોંધી છે. ફરિયાદીની અપહરણની ફરિયાદ ના લેવા બાબતે પોલીસ અધિકારીઓ સામે કેસ કરાયો છે. ગંભીર કલમો સાથે પોલીસ અધિકારીઓ સામે ફરિયાદ થઈ છે. ગુજરાતના 2 IPS અધિકારીઓ, 3 Dy.SP અને એક PSI સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ઇલેક્ટ્રોથર્મના માલિક શૈલેષ ભંડારી સામે પણ ફરિયાદ નોંધાઈ છે. આ કેસની તપાસ રાજકોટ રેન્જ CID ક્રાઇમને સોંપવામાં આવી છે.
શું છે સંપૂર્ણ મામલો?
ફરીયાદ પ્રમાણે પરમાનંદ શીરવાણી 2011માં ઈલેક્ટ્રોથર્મ કંપનીમાં નોકરી લાગ્યા હતાં. ત્યારબાદ તેઓ નોકરી કરવા નહીં માંગતા હોવાથી તેમણે રાજીનામું લખી આપ્યું હતું. પરંતુ કંપનીએ તેમને નોકરીમાંથી મુક્ત કર્યા નહોતા. કંપનીના માલિકોએ ફરિયાદીને વિશ્વાસમાં લઈ તેના નામની પેઢી ખોલવાનું કહી તેમને અમદાવાદ આવવાનું કહ્યું હતું. આ દરમિયાન કંપનીના માણસોએ તેમનું બંદૂક બતાવીને અપહરણ કર્યું હતું. ત્યાર બાદ તેમને કંપનીના બંગલા, ઓફિસ અને ફાર્મ હાઉસમાં ગોંધી રાખવામાં આવ્યા હતાં. તેમને માર પણ મારવામાં આવ્યો હતો. ત્યાર બાદ ફરિયાદી અને ખુશીબેન નામની મહિલા પાસે બળજબરીથી કોરા કાગળો પર સહીઓ કરાવી અને મીલકત પણ લખાવી લીધી હતી. તે ઉપરાંત 20 લાખ રોકડા અને 10 લાખના સોનાના દાગીના ફરિયાદીની માતાના ઘરેથી બળજબરીથી પડાવી લીધા હતાં. તે ઉપરાંત મારી નાંખવાની ધમકી આપીને રોકડા 10 લાખ પણ બળજબરીથી મેળવી લીધા હતાં. આ બાબતની ફરિયાદ હવે સુપ્રીમ કોર્ટના આદેશથી નોંધવામાં આવી છે.
કયા અધિકારીઓ સામે ફરિયાદ
તત્કાલીન SP IPS જી.વી બારોટ
તત્કાલીન SP IPS ભાવના પટેલ
તત્કાલીન Dy.SP વી.જે ગઢવી
તત્કાલીન Dy.SP ડી.એસ વાઘેલા
તત્કાલીન Dy.SP આર. ડી દેસાઈ