તેના મગજમાં ગંદકી; રણવીરને સુપ્રીમ કોર્ટે રાહત આપી અને સાથે ફટકાર પણ લગાવી


નવી દિલ્હી, 18 ફેબ્રુઆરી 2025 : માતા-પિતા વિશે ગંદા જોક્સ કહેવા બદલ મુશ્કેલીમાં મુકાયેલા યુટ્યુબર રણવીર અલ્હાબાદિયાને હવે સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે. જોકે, કોર્ટે યુટ્યુબરને વાંધાજનક ભાષાનો ઉપયોગ કરવા બદલ ઠપકો પણ આપ્યો છે. કોર્ટે કહ્યું કે ‘તેના મનમાં કંઈક ગંદકી છે.’ તેમણે એમ પણ કહ્યું કે લોકપ્રિય હોવાનો અર્થ એ નથી કે કોઈ પણ નિવેદન આપી શકાય. અલ્હાબાદિયાએ તેમની સામે નોંધાયેલી તમામ FIR ને એકસાથે જોડવા માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો.
ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં
https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o
આ અરજીની સુનાવણી જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ એન કોટેશ્વર સિંહની બેન્ચ દ્વારા કરવામાં આવી રહી હતી. જસ્ટિસ કાંતે પૂછ્યું, ‘શું તમારા દ્ધારા જે ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેનો બચાવ કરી રહ્યા છો?’ આ અંગે, અલ્હાબાદિયાનું પ્રતિનિધિત્વ કરતા વકીલ ડૉ. અભિવન ચંદ્રચુડે કહ્યું, ‘કોર્ટના અધિકારી તરીકે, મને ઉપયોગમાં લેવામાં આવતી ભાષાથી નારાજગી છે.’ કોર્ટે પૂછ્યું હતું કે અરજદારના મતે અશ્લીલતા ખરેખર શું છે.
આ પણ વાંચો : ગુજરાતમાં અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીની ધમાકેદાર એન્ટ્રી, કાંધલ જાડેજાએ વટ પાડી દીધો