

સુપ્રીમ કોર્ટ મંગળવારે ગુજરાત રમખાણો પીડિતા બિલ્કિસ બાનોની અરજી પર સુનાવણી કરી શકી ન હતી. 2 જજની બેન્ચના સભ્ય જસ્ટિસ બેલા ત્રિવેદીએ સુનાવણીમાંથી પોતાને અલગ કરી લીધા છે. હવે આ મામલાની સુનાવણી અલગ બેંચમાં થશે.
Supreme Court judge, Justice Bela M Trivedi recuses herself from hearing the plea filed by Bilkis Bano, challenging the pre-mature release of 11 convicts, who had gangraped her and murdered her family members during the 2002 Godhra riots. pic.twitter.com/aCHbLDO1nt
— ANI (@ANI) December 13, 2022
તમને જણાવી દઈએ કે બિલ્કિસે તેની સાથે ગેંગરેપના 11 દોષિતોને છોડાવવા અને તેના પરિવારના સભ્યોની હત્યાનો વિરોધ કર્યો હતો. આ મામલામાં સામાજિક કાર્યકર સુભાષિની અલી સહિત 4 લોકોની અરજી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. તેના પર ગુજરાત સરકારે પણ જવાબ દાખલ કર્યો છે.