ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

NEET પરીક્ષા અંગે CBI તપાસની માંગ પર સુપ્રીમ કોર્ટે NTAને ફટકારી નોટિસ, 8 જુલાઈએ સુનાવણી

  • સુપ્રીમ કોર્ટે હાલમાં CBI તપાસની માંગ કરતી અરજી પર કોઈ આદેશ આપવાનો ઈન્કાર કર્યો

નવી દિલ્હી, 14 જૂન: NEET પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓમાં વધી રહેલા રોષ વચ્ચે આજે શુક્રવારે પણ સુપ્રીમ કોર્ટમાં આ કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે હાલમાં CBI તપાસની માંગ કરતી અરજી પર કોઈ આદેશ આપવાનો ઈન્કાર કર્યો છે. સર્વોચ્ચ અદાલતે આ સંદર્ભમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ને નોટિસ પાઠવીને બે અઠવાડિયામાં જવાબ આપવા જણાવ્યું છે. હવે NEET પરીક્ષા સંબંધિત તમામ અરજીઓની સુનાવણી 8 જુલાઈએ થશે. તે જ સમયે, સુપ્રીમ કોર્ટે NEET કાઉન્સેલિંગ પર પ્રતિબંધ મૂકવાનો પણ ઇનકાર કરી દીધો છે.

 

ગુજરાતના ગોધરામાં એક ખાસ કેન્દ્ર પસંદ કરવા માટે 10 લાખની લાંચ આપવામાં આવી 

જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેંચે આ કેસની સુનાવણી દરમિયાન CBI તપાસની માંગ પર હજુ સુધી કોઈ આદેશ આપ્યો નથી. હવે આ કેસની સુનાવણી 8મી જુલાઈએ થશે. CBI તપાસની માંગ કરતી અરજીમાં મોટા પાયા પર પેપર લીકની ઘટનાઓને ટાંકીને ઈચ્છિત પરીક્ષા કેન્દ્ર પસંદ કરવા માટે અપનાવવામાં આવી રહેલી યુક્તિઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઉદાહરણ તરીકે, ઓડિશા, ઝારખંડ અને ગુજરાત જેવા રાજ્યોના વિદ્યાર્થીઓએ NEET પરીક્ષામાં બેસવા માટે ગુજરાતના ગોધરા ખાતેનું એક ચોક્કસ કેન્દ્ર પસંદ કર્યું. આ વિદ્યાર્થીઓએ NEET ક્લિયર કરવા અને ગોધરામાં એક ખાસ કેન્દ્ર જય જલરામ સ્કૂલમાં તેમનું કેન્દ્ર પસંદ કરવા માટે રૂ. 10 લાખની લાંચ આપી હતી.

અમે 1563 વિદ્યાર્થીઓની પુનઃપરીક્ષાનો આદેશ આપ્યો નથી: SC

આજે શુક્રવારે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, કોર્ટે ગ્રેસ માર્કસવાળા 1563 વિદ્યાર્થીઓની પુન: પરીક્ષાનો આદેશ આપ્યો નથી. સુનાવણી દરમિયાન, NTAએ તેને રદ્દ કરવાની વાત કરી અને ફરીથી પરીક્ષા લેવાનો આદેશ આપ્યો છે. અરજીકર્તાએ સીબીઆઈ તપાસની માંગ કરી, જેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે, “શું સુપ્રીમ કોર્ટ આજે જ તપાસનો આદેશ આપી શકે છે?” કોર્ટે હાલમાં સીબીઆઈ તપાસ પર કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો છે. તે જ સમયે, એક અરજદારે પેપર લીક કેસમાં નોંધાયેલી FIRનો મુદ્દો ઉઠાવ્યો હતો. જેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ કેસની સુનાવણી 8મી જુલાઈએ થશે.

આ પણ જુઓ: આમીર ખાનના પુત્ર જુનેદ ખાન સ્ટારર ફિલ્મ ‘મહારાજ’ પર ગુજરાત હાઈકોર્ટનો હંગામી સ્ટે

Back to top button