ચૂંટણી બોન્ડ પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી, ઈલેક્ટોરલ બોન્ડ કાયદેસર કે ગેરકાયદેસર?
- કોર્ટે ગયા વર્ષે 2 નવેમ્બરે આ કેસમાં પોતાનો નિર્ણય રાખ્યો હતો સુરક્ષિત
નવી દિલ્હી, 15 ફેબ્રુઆરી: ચૂંટણી બોન્ડ સ્કીમ પર સુપ્રીમ કોર્ટ આજે ગુરુવારે મહત્ત્વપૂર્ણ ચુકાદો આપશે. કોર્ટનો આ સુનાવણી ચૂંટણી બોન્ડ યોજનાની કાનૂની માન્યતાને પડકારતી અરજીઓ પર છે. ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડની આગેવાની હેઠળની 5 જજોની બેંચે ગયા વર્ષે 2 નવેમ્બરે આ કેસમાં પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. કેન્દ્ર સરકારે 2018માં બોન્ડ સ્કીમ શરૂ કરી હતી. રાજકીય પક્ષોને મળતા ભંડોળમાં પારદર્શિતા લાવવાના પ્રયાસોના ભાગરૂપે તેની રજૂઆત કરવામાં આવી હતી. તેને રાજકીય પક્ષોને આપવામાં આવતા રોકડ દાનના વિકલ્પ તરીકે જોવામાં આવતું હતું.
SC to pronounce verdict on pleas challenging validity of Centre’s Electoral Bonds scheme today
Read @ANI Story | https://t.co/ACkcde9uiX#SupremeCourt #ElectoralBonds #SC pic.twitter.com/qwYbOoSZlW
— ANI Digital (@ani_digital) February 14, 2024
સ્ટેટ બેંકની કેટલીક પસંદગીની શાખાઓમાં ચૂંટણી બોન્ડ ઉપલબ્ધ છે. કોઈપણ નાગરિક, કંપની અથવા સંસ્થા આ બોન્ડ ખરીદી શકે છે. આ બોન્ડ 1000, 10 હજાર, 1 લાખ અને 1 કરોડ રૂપિયા સુધીના હોઈ શકે છે. કોઈપણ વ્યક્તિ જે કોઈપણ પક્ષને દાન આપવા માંગે છે તે આ ચૂંટણી બોન્ડ ખરીદી શકે છે અને રાજકીય પક્ષને આપી શકે છે. ઉલ્લેખનીય છે કે, દાતાએ બોન્ડમાં પોતાનું નામ લખવું પડતું નથી.
કયા પક્ષો દાન મેળવી શકે છે?
જો કે, આ બોન્ડ માત્ર તે રાજકીય પક્ષો જ મેળવી શકે છે જે લોકો પ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની કલમ 29A હેઠળ નોંધાયેલા હોય અને જેમણે છેલ્લી લોકસભા અથવા વિધાનસભા ચૂંટણીમાં એક ટકાથી વધુ મત મેળવ્યા હોય.
કોણે SCમાં અરજીઓ દાખલ કરી?
કોંગ્રેસ નેતા જયા ઠાકુર, માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી અને એનજીઓ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) સહિત કુલ ચાર અરજીઓ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે, જેમાં ચૂંટણી બોન્ડની માન્યતા પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. અરજદારોએ દાવો કર્યો છે કે, ચૂંટણી બોન્ડ દ્વારા આપવામાં આવતી અનામી રાજકીય ભંડોળની પારદર્શિતાને અસર કરે છે અને મતદારોના માહિતીના અધિકારનું ઉલ્લંઘન કરે છે. તેમનો દાવો છે કે, આ યોજના હેઠળ શેલ કંપનીઓ દ્વારા દાનની મંજૂરી આપવામાં આવી છે. કોર્ટે ગયા વર્ષે 31 ઓક્ટોબરે તેમના પર સુનાવણી શરૂ કરી હતી. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની બેંચમાં જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રા સામેલ છે.
આ પણ જુઓ: બિલ્કિસ કેસના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે વાપરેલા શબ્દો કાઢી નાખવા ગુજરાત સરકારની અપીલ