ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

હિન્દુ લગ્ન એક્ટ હેઠળ સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્વપૂર્ણ ચુકાદો: લગ્ન અમાન્ય હોય તો ભરણપોષણ માંગી શકાય

Text To Speech

નવી દિલ્હી, 13 ફેબ્રુઆરી: 2025: સુપ્રીમ કોર્ટે હિન્દુ લગ્ન અધિનિયમ સંબંધિત એક મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. હિન્દુ વિવાહ એક્ટ 1955 હેઠળ અમાન્ય જાહેર થતાં લગ્નમાં પણ બંને પક્ષોને ગુજરાન ભથ્થું માગવાનો હક હોવાનો ચુકાદો સુપ્રીમ કોર્ટે આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ‘જો કોઈ કોર્ટ બંનેના વિવાહને ગેરકાયદે કે અમાન્ય જાહેર કરે અથવા તો રદ કરે તો પણ 1955 એક્ટ હેઠળ ચાલુ કેસની અંતિમ પતાવટ સુધી કોર્ટ વચગાળાનું ભરણ-પોષણ આપી શકે છે. જો કે, તેમાં પક્ષકારોનું આચરણ ધ્યાનમાં લેવાશે. કારણકે, રાહત આપવી હંમેશા ન્યાયિક વિવેક પર નિર્ભર છે.’

જસ્ટિસ એ.એસ. ઓકા, જસ્ટિસ આહસાનુદ્દીન અમાનુલ્લા અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસિહની બેન્ચે જણાવ્યું હતું કે, ‘જો કોઈ વિવાદને 1995 એક્ટની કલમ 11 હેઠળ ગેરકાયદે જાહેર કરવામાં આવે તો તે વિવાહમાં સામેલ બંને પક્ષોને એક-બીજા પર એક્ટની કલમ 25 હેઠળ સ્થાયી ગુજરાન ભથ્થુ તથા ભરણ-પોષણનો દાવો કરવાનો હક છે.’ આ કિસ્સામાં તથ્યો અને પક્ષોના આચરણના આધારે સ્થાયી ગુજરાન ભથ્થાં અંગે નિર્ણય લેવાશે. કલમ 25 હેઠળ રાહત આપવી હંમેશા ન્યાયિક વિવેક પર નિર્ભર છે.’

સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઈકોર્ટના એક ચુકાદામાં પત્ની માટે રખાત શબ્દનો ઉપયોગ કરવા બદલ પણ ટીકા કરતાં કહ્યું હતું કે, ‘આ ટીપ્પણી મહિલાઓ વિરૂદ્ધ ભેદભાવપૂર્ણ અને અયોગ્ય ટીપ્પણી છે.’ પત્નીને આ રીતે સંબોધવી યોગ્ય નથી. તેનાથી સંબંધિત મહિલાની ગરિમા પર અસર કરે છે. દુર્ભાગ્યવશ બોમ્બે હાઈકોર્ટે પત્ની માટે રખાત જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો.’

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ‘જો કોઈ કોર્ટ બંનેના વિવાહને ગેરકાયદે કે અમાન્ય જાહેર કરે અથવા તો રદ કરે તો પણ 1955 એક્ટ હેઠળ ચાલુ કેસની અંતિમ પતાવટ સુધી કોર્ટ વચગાળાનું ભરણ-પોષણ આપી શકે છે. જો કે, તેમાં પક્ષકારોનું આચરણ ધ્યાનમાં લેવાશે.

આ પણ વાંચો॥ગુજરાત બન્યું સશક્ત અને સુરક્ષિત: પોલીસ અને પ્રજા વચ્ચે અંતર ઘટાશે, જાણો કેવી રીતે?

Back to top button