ગુજરાતચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલયુટિલીટી

સુપ્રીમ કોર્ટની EVMને ક્લીન ચિટ: બેલેટ પેપર અને VVPAT વેરિફિકેશનની તમામ અરજીઓ ફગાવી

  • બંને SC જજોએ સર્વસંમતિથી EVM-VVPATના 100% વેરિફિકેશનની માંગ કરતી અરજીઓ ફગાવી

નવી દિલ્હી, 26 એપ્રિલ: સુપ્રીમ કોર્ટે આજે શુક્રવારે મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે અને EVM-VVPATના 100 ટકા વેરિફિકેશન અને બેલેટ પેપરની માંગ કરતી તમામ અરજીઓને ફગાવી દીધી છે. ન્યાયાધીશોએ EVM-VVPAT અંગે સહમતિથી આ નિર્ણય લીધો છે. ચુકાદો આપતા જસ્ટિસ સંજીવ ખન્નાએ કહ્યું કે, ‘અમે તમામ અરજીઓ ફગાવી દીધી છે. લોકશાહી તેના વિવિધ સ્તંભો વચ્ચે સુમેળ અને વિશ્વાસ પર આધારિત છે. આ અંગે કોર્ટનું વલણ પુરાવા પર આધારિત છે.’ ચુકાદો આપતી વખતે જસ્ટિસ દીપાંકર દત્તાએ કહ્યું કે, કોઈ પણ સિસ્ટમ પર આંખ બંધ કરીને શંકા કરવી યોગ્ય નથી.’

 

કોર્ટે વધુમાં કહ્યું કે, અમારા મતે અર્થપૂર્ણ સમીક્ષાની આવશ્યકતા છે. પછી તે ન્યાયતંત્ર હોય, ધારાસભા વગેરે હોય. લોકશાહીનો અર્થ છે તમામ સ્તંભો વચ્ચે સુમેળ અને વિશ્વાસ જાળવી રાખવો. વિશ્વાસ અને સહકારની સંસ્કૃતિને પ્રોત્સાહન આપીને આપણે આપણા લોકશાહીના અવાજને મજબૂત બનાવી શકીએ છીએ.

કોર્ટે વિશેષ સૂચના આપી હતી

ચુકાદો આપતી વખતે સુપ્રીમ કોર્ટ દ્વારા માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. જે મુજબ, ઈવીએમમાં ​​પ્રતીકો સામેલ કરવાની પ્રક્રિયા પૂર્ણ થયા પછી, ચૂંટણી પ્રતીક સામેલ કરવાના યુનિટને સીલ કરીને કન્ટેનરમાં સુરક્ષિત રાખવામાં આવે. ઉમેદવાર અને તેના પ્રતિનિધિ સીલ પર સહી કરશે. સિસ્ટમ લોડિંગ યુનિટ (SLU) ધરાવતા સીલબંધ કન્ટેનર પરિણામોની ઘોષણા પછી ઓછામાં ઓછા 45 દિવસ સુધી EVM સાથે સ્ટોર રૂમમાં રાખવામાં આવશે. જેને ઈવીએમની જેમ ખોલવા અને સીલ કરવા આવે.

પોતાના બીજા નિર્દેશમાં કોર્ટે કહ્યું કે, ઘોષણા બાદ વિધાનસભા મતવિસ્તાર અને સંસદીય મતવિસ્તાર દીઠ EVMના ઉત્પાદકોના એન્જિનિયરોની ટીમ દ્વારા EVMની તપાસ અને ચકાસણી કરવામાં આવશે. ઉમેદવાર 2 અને 3ની લેખિત વિનંતી પર પરિણામ જાહેર થયાના 7 દિવસની અંદર આ ચકાસણી થવી જોઈએ. વાસ્તવિક ખર્ચ વિનંતી કરનારા ઉમેદવાર દ્વારા ઉઠાવવામાં આવશે. જો ઈવીએમ સાથે છેડછાડ કરવામાં આવી હોય તો ખર્ચ પરત કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને વોટ સ્લિપની ગણતરી માટે ઈલેક્ટ્રોનિક મશીનના સૂચનની તપાસ કરે અને શું ચૂંટણી ચિન્હ સાથે દરેક પક્ષ માટે બાર કોડ રહી શકે છે.

સુપ્રીમ કોર્ટે વિશેષ સૂચન આપ્યું

કોર્ટે કહ્યું છે કે, આવી વિનંતી પરિણામ જાહેર થયાના 7 દિવસની અંદર થઈ હોવી જોઈએ. જો કે, સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને VVPATની ગણતરીમાં મશીનોની મદદ લેવાની શક્યતાઓ તપાસવા સૂચન કર્યું છે. બે ન્યાયાધીશોની બેંચે VVPAT ગણતરીના મુદ્દા પર એક સાથે પરંતુ અલગ ચુકાદો આપ્યો. કોર્ટે વધુમાં કહ્યું કે, જો ઉમેદવાર વેરિફિકેશનની માગણી કરે છે, તો તે કિસ્સામાં તેની પાસેથી તેની કિંમત વસૂલવી જોઈએ, જો ઈવીએમમાં ​​કોઈ ચેડાં જોવા મળશે તો તેને ખર્ચ પરત કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ગત સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચ (EC)ને ચાર મહત્વના પ્રશ્નો પૂછ્યા હતા. આ ઉપરાંત જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની ખંડપીઠે ચૂંટણી પંચ (ECI)ના એક વરિષ્ઠ અધિકારીને કેટલાક પ્રશ્નોના જવાબ આપવા માટે બપોરે 2 વાગ્યે કોર્ટમાં હાજર થવા જણાવ્યું હતું.

કોર્ટે પંચને જે પ્રશ્નો પૂછ્યા તે કયા-કયા છે?

  1. માઇક્રોકન્ટ્રોલર કન્ટ્રોલિંગ યુનિટમાં ઇન્સ્ટોલ કરેલું છે કે VVPATમાં?
  2. શું માઇક્રોકન્ટ્રોલર વન ટાઇમ પ્રોગ્રામેબલ છે?
  3. ચૂંટણી ચિહ્નો માટે આયોગ પાસે કેટલા એકમો ઉપલબ્ધ છે?
  4. તમે કહ્યું કે, ચૂંટણી અરજી ફાઇલ કરવાની મર્યાદા 30 દિવસ છે અને આ જ રીતે સ્ટોરેજ અને રેકોર્ડ 45 દિવસ સુધી જાળવી રાખવામાં આવે છે, પરંતુ લિમિટેશન ડે 45 દિવસ છે, તમારે તેને યોગ્ય કરવું પડશે. 

આ પણ જુઓ: ‘જો સરકાર મજબૂર કરશે તો ભારત છોડી દઈશું’ વોટ્સએપે હાઈકોર્ટમાં કેમ આવું કહ્યું?

Back to top button