ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સુપ્રીમ કોર્ટને મળ્યા 2 નવા જજ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂએ નિમણૂકને આપી મંજૂરી

Text To Speech
  • જસ્ટિસ એન. કોટીશ્વર સિંહ અને જસ્ટિસ આર. મહાદેવનની સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવાની ભલામણ

નવી દિલ્હી, 16 જુલાઇ: રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂએ આજે મંગળવારે સુપ્રીમ કોર્ટમાં બે નવા જજોની નિમણૂકને મંજૂરી આપી દીધી છે. જસ્ટિસ એન. કોટીશ્વર સિંહ અને જસ્ટિસ આર. મહાદેવનની સુપ્રીમ કોર્ટમાં નિમણૂકને મંજૂરી મળી છે. નિમણૂક બાદ જસ્ટિસ સિંહ મણિપુરમાંથી સુપ્રીમ કોર્ટના જજ બનનાર પ્રથમ વ્યક્તિ હશે. હકીકતમાં, સુપ્રીમ કોર્ટ કોલેજિયમે કેન્દ્ર સરકારને જમ્મુ અને કાશ્મીર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ એન કોટીશ્વર સિંહ અને મદ્રાસ હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ આર. મહાદેવનને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવાની ભલામણ કરી હતી.

 

સુપ્રીમ કોર્ટમાં હાલમાં 32 જજ

મુખ્ય ન્યાયાધીશ ડી.વાય.ચંદ્રચુડના નેતૃત્વ હેઠળના કોલેજિયમે 11 જુલાઈએ તેમના નામોની ભલામણ કરી હતી. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા સહિત 34 જજોના પદોને મંજૂરી આપવામાં આવી છે. આ બંને શપથ ગ્રહણ કર્યા બાદ જજની તમામ જગ્યાઓ ભરવામાં આવશે. સુપ્રીમ કોર્ટના કોલેજિયમના અન્ય સભ્યોમાં જસ્ટિસ સંજીવ ખન્ના, બી.આર.ગવઈ, સૂર્યકાંત અને હૃષિકેશ રાય છે. સુપ્રીમ કોર્ટમાં હાલમાં 32 જજ છે.

કોટીશ્વર સિંહ મણિપુરના પહેલા જજ હશે

જસ્ટિસ સિંહનો જન્મ 1 માર્ચ, 1963ના રોજ મણિપુરના ઈમ્ફાલમાં થયો હતો. તેમના પિતાનું નામ (સ્વર્ગસ્થ) જસ્ટિસ એન. ઈબોટોમ્બી સિંહ હતું, જે ગુવાહાટી હાઈકોર્ટના પ્રથમ એડવોકેટ જનરલ હતા અને તેમના પિતાનું નામ એન. ગોમતી દેવી હતું. ગુવાહાટી હાઈકોર્ટમાં જતા પહેલા તેમણે થોડો સમય સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ કરી હતી. 2008માં ગુવાહાટી હાઈકોર્ટ દ્વારા તેમને વરિષ્ઠ વકીલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 2011માં જસ્ટિસ સિંહે ગુવાહાટી હાઈકોર્ટના એડિશનલ જજ તરીકે શપથ લીધા હતા અને 2012માં તેમને કાયમી જજ બનાવવામાં આવ્યા હતા.

આ પણ જૂઓ: તલાક વગર કરી લીધા બીજા લગ્ન, હવે પતિ-પત્નીને સુપ્રીમ કોર્ટ તરફથી મળી અનોખી સજા

Back to top button