મહારાષ્ટ્રની રાજનીતિમાં બદલાવ આવ્યા બાદ ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને વધુ એક ઝટકો મળ્યો છે. ઉદ્ધવ ઠાકરેએ સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી હતી. જેના આવેદનમાં ચૂંટણી પંચની કાર્યવાહી પર સ્ટે મુકવાની માંગ કરવામાં આવી હતી. આ પ્રક્રિયામાં ચૂંટણી પંચે નક્કી કરવાનું હતું કે અસલી ‘શિવસેના’ કોણ છે ?
ઉદ્ધવ ઠાકરેની આ લડાઈ ત્યારે શરુ થઇ હતી જયારે શિવસેનાના એકનાથ શિંદેએ બી.જે.પી સાથે મળીને નવી સરકાર બનાવી દીધી હતી. જેમાં એકનાથ શિંદેની મહારાષ્ટ્ર્ના મુખ્યમંત્રી અને દેવેન્દ્ર ફડણવીસની નાયબ મુખ્યમંત્રી તરીકેની ઘોષણા કરી હતી. ત્યારથી જ શિવસેના પાર્ટીને લઈને ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્રના નવા સીએમ એકનાથ શિંદે સામસામે આવી ગયા હતા.આ રાજનૈતિક બદલાવ બાદ ઉદ્ધવ ઠાકરેએ સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચની કાર્યવાહી પર રોક લગાવવાની માંગ કરી હતી.પરંતુ સુપ્રીમ કોર્ટે એ માંગને નકારી દીધી હતી. સુપ્રીમ કોર્ટે આજે પક્ષ પર વર્ચસ્વ, નામ અને નિશાનીના અધિકારને લઈને ચૂંટણી પંચમાં ચાલી રહેલી પ્રક્રિયા પર સ્ટે આપવાનો ઈનકાર કરી દીધો છે. કોર્ટે કહ્યું કે ચૂંટણી પંચ પ્રતીકના મામલાની સુનાવણી કરવા માટે સંપૂર્ણ સ્વતંત્ર છે તેથી ચૂંટણી પંચની કાર્યવાહી પર કોઈ સ્ટે કરવામાં નહીં આવે. કોર્ટનો આ નિર્ણય ઉદ્ધવ ઠાકરે માટે આફત અને તો એકનાથ શિંદે માટે રાહત સમાન બન્યો છે.