ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સુપ્રીમ કોર્ટનો નિર્ણય અસ્વીકાર્ય, શરિયત વિરુદ્ધ: મહિલાઓને ભરણપોષણ પર મુસ્લિમ બોર્ડ

  • બોર્ડે તેમના અધ્યક્ષને તે સુનિશ્ચિત કરવાના તમામ અધિકૃત પગલાં લેવા માટે કહ્યું જેનાથી આ નિર્ણય પાછો લેવામાં આવે

નવી દિલ્હી, 15 જુલાઇ: ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે (AIMPLB) રવિવારે એક ઠરાવ પસાર કર્યો હતો જેમાં તેમણે કહ્યું હતું કે, “મુસ્લિમ તલાક લીધેલી મહિલાઓના ભરણપોષણ અંગેનો તાજેતરનો સુપ્રીમ કોર્ટનો ચુકાદો ઈસ્લામિક કાયદા (શરિયત) વિરુદ્ધ છે.” બોર્ડે તેમના અધ્યક્ષને તે સુનિશ્ચિત કરવાના તમામ અધિકૃત પગલાં લેવા માટે કહ્યું જેનાથી આ નિર્ણય પાછો લેવામાં આવે. બોર્ડે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ માનવીય તર્કને અનુરૂપ નથી કે જ્યારે લગ્ન અસ્તિત્વમાં જ નથી તો પુરુષને તેની ભૂતપૂર્વ પત્નીઓના ભરણ-પોષણની જવાબદારી સોંપવામાં આવે.

સુપ્રીમ કોર્ટે બુધવારે પોતાનો ચુકાદો આપ્યો હતો

અગાઉ બુધવારે, સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપ્યો હતો કે “ટ્રિપલ તલાક” દ્વારા ગેરકાયદેસર રીતે તલાક (છૂટાછેડા) લીધેલી મુસ્લિમ મહિલાઑ CrPCની કલમ 125 હેઠળ તેના પતિ પાસેથી ભરણપોષણની માંગ કરી શકે છે અને કહ્યું હતું કે “ધર્મ તટસ્થ” જોગવાઈ તમામ પરિણીત મહિલાઓને લાગુ પડે છે “ભલે. તેમનો અંગત કાયદો જે ગમે તે હોય.” રવિવારે દિલ્હીમાં એક બેઠક દરમિયાન આ મુદ્દા પર ચર્ચા કરતા, AIMPLB વર્કિંગ કમિટીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે “પવિત્ર મોહમ્મદ પયગમ્બરે ઉલ્લેખ કર્યો હતો કે તમામ સંભવિત કાર્યોમાંથી સૌથી ઘૃણાસ્પદ એ અલ્લાહની નજરમાં તલાક છે, તેથી તેને સુરક્ષિત રાખવા માટે તમામ શક્ય પગલાં લઈને લગ્ન ચાલુ રાખવા જોઈએ.”

બોર્ડે આ નિર્ણયને મહિલાઓ માટે મુશ્કેલીજનક ગણાવ્યો 

બોર્ડે એક નિવેદનમાં કહ્યું કે, “પરંતુ જો વિવાહિત જીવનને જાળવવું મુશ્કેલ બની જાય છે, તો માનવતાના ઉકેલ તરીકે તલાકને નક્કી કરવામાં આવ્યું હતું. ” બોર્ડે આગળ જણાવ્યું કે, “આ નિર્ણય મહિલાઓ માટે વધુ સમસ્યાઓ ઊભી કરશે જેઓ તેમના દુઃખદાયક સંબંધોમાંથી સફળતાપૂર્વક બહાર આવી છે.” બોર્ડે ભારપૂર્વક કહ્યું કે, તે “માનવીય તર્ક સાથે સારી રીતે બંધ બેસતું નથી કે જ્યારે લગ્ન અસ્તિત્વમાં જ નથી, ત્યારે પુરુષને તેની ભૂતપૂર્વ પત્નીઓને ભરણ-પોષણ માટે જવાબદાર ગણવામાં આવે છે.”

બોર્ડે તેમના અધ્યક્ષ હઝરત મૌલાના ખાલિદ સૈફુલ્લાહ રહેમાનીને “તે સુનિશ્ચિત કરવા માટે તમામ સંભવિત પગલાં(કાનૂની, બંધારણીય અને લોકશાહી) ભરવા માટે જણાવ્યું કે સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય પાછો ખેંચવામાં આવે.” AIMPLBના પ્રવક્તા સૈયદ કાસિમ રસૂલ ઇલિયાસે(Syed Qasim Rasool Ilyas) જણાવ્યું હતું કે, “બોર્ડે આ મુદ્દે કેન્દ્ર સરકાર અને વિપક્ષ સાથે વાત કરવાનું પણ નક્કી કર્યું છે.”

ઉત્તરાખંડ કોર્ટમાં UCC વિરુદ્ધ અરજી કરશે બોર્ડ 

ભરણપોષણના મુદ્દા સિવાય, AIMPLBએ યુનિફોર્મ સિવિલ કોડ (UCC) વિરુદ્ધ પાંચ વધુ ઠરાવો મંજૂર કર્યા છે, ઇલિયાસે જણાવ્યું હતું કે, “AIMPLBની કાનૂની ટીમે એક પિટિશન તૈયાર કરી છે અને તે આ મહિનાના અંતમાં ઉત્તરાખંડ કોર્ટમાં ફાઇલ કરવામાં આવશે.”

બોર્ડના નિવેદન મુજબ, તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીના પરિણામો “સંકેત” આપે છે કે લોકોએ “ધૃણા અને દ્વેષ પર આધારિત એજન્ડા પ્રત્યે ઊંડી નારાજગી” વ્યક્ત કરી છે. આ મુદ્દા પર ચર્ચા કરતાં બોર્ડે કહ્યું કે, “સરકાર ભારતના વંચિત અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા મુસ્લિમો અને નીચલી જાતિના નાગરિકોને રક્ષણ પૂરું પાડવાની તેની જવાબદારીઓમાં નિષ્ફળ રહી છે… જો કાયદાનું શાસન સતત ક્ષીણ થતું રહેશે… તો દેશને અરાજકતાનો સામનો કરાવી પડશે. ” ઇલિયાસે કહ્યું કે, એ પણ ચિંતાનો વિષય છે કે વિપક્ષમાંથી કોઈએ આ મુદ્દો ઉઠાવ્યો નથી કે પીડિત પરિવારોને મળ્યા નથી.

આ પણ જૂઓ: PM મોદીની સોશિયલ મીડિયામાં જોરદાર સિદ્ધિ, X પ્લેટફોર્મ ઉપર 100 મિલિયન ફોલોઅર્સ બન્યા

Back to top button