અમદાવાદ, 13 ઓગસ્ટ 2024, ગુજરાત હાઈકોર્ટને ત્રણ નવા ન્યાયાધીશ મળશે. સુપ્રીમ કોર્ટે ત્રણ વકીલોને ગુજરાત હાઈકોર્ટમાં જજ તરીકે નિમણૂક કરવા ભલામણ કરી છે. હવે આ ભલામણ અંગે રાષ્ટ્રપતિ હૂકમ કરશે. 22 ડિસેમ્બરે ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય, ચંદ્રચૂડ, ન્યાયાધીશ સંજીવ ખન્ના અને ન્યાયાધીશ બી.આર.ગવઈના બનેલા કોલેજિયમે ત્રણ વકીલો સંજીવ જયેન્દ્ર ઠાકર, ડીએન રે અને મૌલિક જીતેન્દ્ર શેલતની ગુજરાત હાઈકોર્ટના જજ તરીકે નિમણૂક કરવા ભલામણ કરી હતી. ડીએન રે ગુજરાત હાઇકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસના પુત્ર છે અને સંજીવ ઠાકર ગુજરાત માનવ અધિકાર પંચના ચેરમેનના ભાઈ છે. જ્યારે મૌલિક શેલત પણ ગુજરાત હાઇકોર્ટમાં પ્રેક્ટિસ કરે છે.
મુખ્યમંત્રી અને રાજ્ય પાલે આ બાબતે પોતાનો વિચાર રજૂ નથી કર્યો
સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી અને રાજ્ય પાલે આ બાબતે પોતાનો વિચાર રજૂ નથી કર્યો. ન્યાય વિભાગે મેમોરેન્ડમ ઓફ પ્રોસિજરના પેરા 14નો ઉપયોગ કરીને ઉપરોક્ત ભલામણને આગળ ધપાવી છે જે જોગવાઈ કરે છે કે જો રાજ્યના બંધારણીય અધિકારીઓની ટિપ્પણીઓ નિર્ધારિત સમયમર્યાદામાં પ્રાપ્ત ન થાય, તો તે કાયદા અને ન્યાય પ્રધાન દ્વારા માનવામાં આવે છે. કે રાજ્યપાલ અને મુખ્યમંત્રી પાસે દરખાસ્તમાં ઉમેરવા માટે કંઈ નથી અને તે મુજબ આગળ વધવું.
ગુજરાત હાઈકોર્ટની બાબતોથી વાકેફ અમારા સાથીદારોની સલાહ લીધી
સુપ્રીમ કોર્ટે એવું પણ નોંધ્યું હતું કે, આ વકીલોની હાઈકોર્ટમાં નિમણૂક માટે યોગ્યતા સુનિશ્ચિત કરવા માટે અમે ગુજરાત હાઈકોર્ટની બાબતોથી વાકેફ અમારા સાથીદારોની સલાહ લીધી છે. તે ઉપરાંત હાઇકોર્ટમાં નિમણૂંક માટે ઉપરોક્ત ઉમેદવારોની યોગ્યતા અને તેનું મૂલ્યાંકન કરવાના હેતુથી અમે તપાસ કરી છે અને રેકોર્ડ પર મૂકવામાં આવેલી સામગ્રીનું મૂલ્યાંકન કર્યું છે. અમે ફાઈલમાં ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ દ્વારા કરવામાં આવેલા અવલોકનો પણ જોયા છે.
આ પણ વાંચોઃબનાસકાંઠા કલેક્ટર વરૂણકુમાર બરનવાલ ડેપ્યુટેશન પર દિલ્હી જશે, જાણો તેમના સ્થાને કોને નિમણૂક અપાઈ