ટોપ ન્યૂઝનેશનલ

SC કોલેજિયમે ફરી ગે વકીલ સૌરભ કૃપાલના નામની ભલામણ કરી

Text To Speech

સુપ્રીમ કોર્ટના કોલેજિયમે વરિષ્ઠ વકીલ સૌરભ કૃપાલની દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણૂક કરવા માટેની ભલામણનો પુનરોચ્ચાર કર્યો છે. સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “આ પૃષ્ઠભૂમિમાં, કોલેજિયમે દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે સૌરભ કૃપાલની નિમણૂક માટે 11 નવેમ્બર, 2021ના રોજની તેની ભલામણનો પુનરોચ્ચાર કરે છે, જે ઝડપી નિર્ણયને આધીન છે.”

advocate Saurabh Kirpal
advocate Saurabh Kirpal

તેમાં કહેવામાં આવ્યું છે કે, “13 ઓક્ટોબર, 2017ના રોજ દિલ્હી હાઈકોર્ટના કોલેજિયમ દ્વારા સર્વસંમતિથી કરાયેલી ભલામણ અને 11 નવેમ્બર, 2021ના રોજ સુપ્રીમ કોર્ટના કોલેજિયમની ભલામણ, અમને 25 નવેમ્બર, 2022ના રોજ પુનઃવિચારણા માટે પરત મોકલવામાં આવી હતી.”

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સૌરભ કૃપાલ પાસે “ક્ષમતા, પ્રામાણિકતા અને યોગ્યતા” છે અને તેમની નિમણૂક હાઈકોર્ટની બેન્ચમાં વિવિધતા ઉમેરશે.

કોણ છે સૌરભ કૃપાલ?

જો કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટ કોલેજિયમની ભલામણને સ્વીકારે છે તો દેશને પહેલા સમલૈંગિક હાઈકોર્ટના જજ મળી શકે છે. સૌરભ કૃપાલ સુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ બીએન કૃપાલના પુત્ર છે.

તેમણે ભૂતપૂર્વ એટર્ની જનરલ મુકુલ રોહતગીની ચેમ્બરમાં જુનિયર તરીકે તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમની લાયકાત પર મહોર લગાવતા, દિલ્હી હાઈકોર્ટના તમામ 31 ન્યાયાધીશોએ સર્વસંમતિથી તેમને વરિષ્ઠ વકીલનો દરજ્જો આપ્યો.

સૌરભ કૃપાલ દિલ્હીની સેન્ટ સ્ટીફન્સ કોલેજમાંથી ભૌતિકશાસ્ત્રમાં ઓનર્સ કર્યું છે. આ પછી તેણે ઓક્સફર્ડ અને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી કાયદાનો અભ્યાસ કર્યો છે. તે સમલૈંગિકતાને કાનૂની અપરાધ ગણાવતી આઈપીસીની કલમ 377 સામે કાયદાકીય લડાઈમાં પણ સક્રિય છે.

Back to top button