ગુજરાતટોપ ન્યૂઝનેશનલ

સુપ્રીમ કોર્ટે 2002ના ગુજરાત રમખાણ સાથે જોડાયેલા તમામ કેસો કર્યા બંધ !!!

Text To Speech

2022માં ગુજરાતમાં થયેલા રમખાણો અને તેના સંબંધિત કેસ મામલે સુપ્રીમ કોર્યે મહત્વનો આદેશ આપ્યો છે. ચીફ જસ્ટિસ યુયુ લલિતની બેંચે જણાવ્યું કે, આટલો સમય વીતી ગયા પછી આ મામલે સુનાવણી કરવાનો કોઈ અર્થ નથી. જે સાથે જ લાંબા સમયથી પેન્ડિંગ કેસોનો પણ લગભગ અંત આવી રહ્યો છે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે તીસ્તા સીતલવાડની સરંક્ષણ અરજીઓ પર પણ સુનાવણી બંધ કરી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તીસ્તીની ધરપકડ થઈ ચૂકી છે. તીસ્તાના વકીલે કહ્યું કે, તેઓ તેમનો નિર્દેશ લઈને યોગ્ય કાર્યવાહી કરી શકે છે.

આ સાથે જ મુખ્ય ન્યાયાલયે 2002ના રમખાણો મુદ્દે ટકોર કરતાં જણાવ્યું કે, ગુજરાતના રમખાણો સાથે 9માંથી 8 કેસમાં તો નીચલી અદાલતોએ પોતાનો ચુકાદો સંભળાવી દીધો છે. જ્યારે નરોડા ગામ સાથે જોડાયેલ કેસની સુનાવણી હજુ શરૂ છે. ત્યારે આવી સ્થિતિમાં, તેની સાથે જોડાયેલા કોઈ પણ કેસ પર અલગથી સુનાવણી કરવાની કોઇ જરૂરિયાત નથી. મહત્વનું છે કે, ગુજરાતના રમખાણોને લગતી અનેક અરજીઓ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે.

વડાપ્રધાન મોદી પર ક્લીનચીટને યથાવત રાખવામાં આવી

સુપ્રીમ કોર્ટે 24 જૂનના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ઝાકિયા જાફરીની અરજીને ફગાવી દીધી હતી. આ અરજી 2002ના ગુજરાત રમખાણોમાં ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રીને નરેન્દ્ર મોદીને ક્લીનચીટ આપનાર SITના રિપોર્ટ સામે દાખલ કરવામાં આવી હતી. ત્યારે આ મામલે સુપ્રીમ કોર્ટે ચુકાદો સંભળાવતા કહ્યું હતું કે,ઝાકિયાની અરજીમાં યોગ્યતા નથી. જેના પર અગાઉ તપાસ સમિતિએ સમીક્ષા કરી છે.

Back to top button