ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

PFIને સુપ્રીમ કોર્ટનો ઝટકો: HCનો નિર્ણય પલટાવ્યો, 8 આરોપીના જામીન કર્યા રદ્દ

Text To Speech
  • આઠેય લોકો પર આતંકવાદી ઘટનાઓનું ષડયંત્ર રચવાનો આરોપ લગાવવામાં આવ્યો

નવી દિલ્હી, 22 મે: પ્રતિબંધિત સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ના સભ્યોને સુપ્રીમ કોર્ટ તરફથી આજે બુધવારે મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઈકોર્ટના નિર્ણયને પલટી નાખ્યો છે અને તમામ 8 આરોપીઓના જામીન રદ્દ કરી દીધા છે. આ આઠ લોકો પર આતંકવાદી ઘટનાઓનું ષડયંત્ર રચવાનો આરોપ લગાવવામાં આવ્યો છે અને કેસ ચાલી રહ્યો છે.

 

સમગ્ર મામલો શું છે?

હકીકતમાં, મદ્રાસ હાઈકોર્ટે ગયા વર્ષે આ 8 આરોપીઓને જામીન આપ્યા હતા. જે બાદ આરોપીઓને જામીન મળવાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. આ મામલે આજે બુધવારે કોર્ટમાં સુનાવણી થઈ અને જસ્ટિસ ત્રિવેદીએ પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો.

જસ્ટિસ ત્રિવેદીએ કહ્યું કે, આ PFI સભ્યો પર દેશ વિરુદ્ધ ષડયંત્ર રચવાનો અને આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનો આરોપ છે. તેણે માત્ર 1.5 વર્ષ (દોઢ વર્ષ) જેલમાં વિતાવ્યા છે. આ કારણોસર અમે તેને જામીન પર મુક્ત કરવાના હાઈકોર્ટના નિર્ણયમાં દખલ કરી રહ્યા છીએ.

આ આઠ આરોપીઓમાં કોણ-કોણ સામેલ છે?

આ આઠ આરોપીઓમાં ઈદ્રીસ, બરકતુલ્લા, ખાલિદ મોહમ્મદ, મોહમ્મદ અબુથાહિર, સૈયદ ઈશાક, ખાજા મોહિદ્દીન, યાસર અરાફાત અને ફૈયાઝ અહેમદનો સમાવેશ થાય છે. સુપ્રીમ કોર્ટે આ મામલામાં ટ્રાયલ ઝડપથી ચલાવવાનો પણ નિર્દેશ આપ્યો છે. આ લોકો પર કેરળ, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશ સહિત દેશના વિવિધ ભાગોમાં આતંકવાદી ગતિવિધિઓ માટે કાવતરું ઘડવાનો અને નાણાં એકત્ર કરવાનો આરોપ છે.

આ પણ જુઓ: ACBના દરોડામાં કરોડોની રોકડ સાથે ACPની ધરપકડ, જાણો કયા રાજ્યમાં ભ્રષ્ટાચાર થયો ઉજાગર?

Back to top button