ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ચૂંટણી બોન્ડ પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક, કહ્યું: દાન વિશે માહિતી ન આપવી ગેરબંધારણીય

  • માહિતીના અધિકાર(RTI)નું ઉલ્લંઘન છે અને મતદારોને તે જાણવાનો અધિકાર છે :SC

નવી દિલ્હી, 15 ફેબ્રુઆરી: ચૂંટણી બોન્ડ પર સુપ્રીમ કોર્ટ દ્વારા આજે ગુરુવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણીમાં સુપ્રીમ કોર્ટ દ્વારા ચૂંટણી બોન્ડ સ્કીમ પર મોટો નિર્ણય આપીને તેના પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. કોર્ટે કહ્યું છે કે, “દાન વિશે માહિતી ન આપવી તે ગેરબંધારણીય છે. આ ઉપરાંત તે માહિતીના અધિકાર(RTI)નું પણ ઉલ્લંઘન છે. મતદારોને તે જાણવાનો અધિકાર છે કે, પક્ષોને કોણે દાન આપ્યું છે.” કેન્દ્ર સરકારની ચૂંટણી બોન્ડ યોજનાની કાનૂની માન્યતાને પડકારતી અરજીઓ પર CJI ડી.વાય. ચંદ્રચુડ દ્વારા જણાવવામાં આવ્યું કે, બે અલગ-અલગ ચુકાદા છે. એક ચુકાદો તેમને અને બીજો ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાએ લખ્યો છે અને બંને ચુકાદા સર્વસંમત છે.

દાતાઓના નામ જાહેર કરવા જોઈએ : સર્વોચ્ચ અદાલત

સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે, ચૂંટણી બોન્ડ દ્વારા કોર્પોરેટ ફાળો આપનારાઓ વિશેની માહિતી જાહેર કરવી જોઈએ કારણ કે કંપનીઓ દ્વારા આપવામાં આવેલા દાનનો હેતુ જણાવવો જરૂરી છે. સુપ્રીમ કોર્ટનું માનવું છે કે, અનામી ચૂંટણી બોન્ડ યોજના કલમ 19(1)(a) હેઠળ માહિતીના અધિકારનું ઉલ્લંઘન છે. રાજકીય પક્ષો ચૂંટણી પ્રક્રિયામાં સંબંધિત સંસ્થાઓ છે અને ચૂંટણીના વિકલ્પો માટે રાજકીય પક્ષોના ભંડોળ વિશેની માહિતી આપવી જરૂરી છે.

 

 

પાર્ટીઓએ જણાવવું જોઈએ કે તેમને કેટલા પૈસા મળ્યા ?

સુપ્રીમ કોર્ટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ને ચૂંટણી બોન્ડ વિશે કોર્ટને માહિતી આપવાનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે, SBIએ તરત જ ચૂંટણી બોન્ડ જારી કરવાનું બંધ કરી દેવું જોઈએ. રાજકીય પક્ષોએ જણાવવું જોઈએ કે તેમને ચૂંટણી બોન્ડમાંથી કેટલા પૈસા મળ્યા?

આ પણ જુઓ: ગુજરાતીઓ વિરૂદ્ધ નિવેદન: તેજસ્વી યાદવ સામે કેસ નહીં ચલાવવા સુપ્રીમ કોર્ટનો નિર્ણય

Back to top button