ટ્રેન્ડિંગમનોરંજન

ફ્લાઈટમાં પત્નીના પગ દબાવતો જોવા મળ્યો સુપરસ્ટાર રામચરણ, ફેન્સે કહ્યું બેસ્ટ હસબન્ડ

Text To Speech
  • સુપરસ્ટાર રામ ચરણ અને ઉપાસનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોને જોઈને દરેક વ્યક્તિ એક્ટરના વખાણ કરી રહી છે.

જામનગર, 2 માર્ચઃ આરઆરઆર ફેમ રામ ચરણ આજે કોઈ ઓળખનો મોહતાજ નથી. રામ ચરણ સાઉથનો સુપરસ્ટાર છે. તેણે અત્યાર સુધીની કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. ગયું વર્ષ રામ ચરણ માટે ખૂબ ખાસ રહ્યું. રામ ચરણના ઘરે લગ્નના 11 વર્ષ બાદ દિકરીનો જન્મ થયો. દિકરીના જન્મ બાદ તેમના ઘરમાં ખુશીઓનો માહોલ છે. સુપરસ્ટાર રામચરણ અને ઉપાસનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોને જોઈને દરેક વ્યક્તિ એક્ટરના વખાણ કરી રહી છે.

પત્નીના પગ દબાવતો દેખાયો સુપરસ્ટાર

રામ ચરણ અને તેની પત્ની ઉપાસના કોનિડેલાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં રામ ચરણ અને ઉપાસના ફ્લાઈટમાં બેઠા છે. ઉપાસના એક ફ્લાઈટમાં દેખાઈ રહી છે. તે ખૂબ જ થાકેલી લાગે છે. તે આરામથી સુવે છે અને રામ ચરણ તેના પગની આંગળીઓ પર મસાજ કરતો જોવા મળે છે. વીડિયો જોઈને લાગી રહ્યું છે કે રામચરણ પગ દબાવે છે તેનાથી ઉપાસનાને ખૂબ આરામ મળી રહ્યો છે અને તે રિલેક્સ થઈને સુતી જોવા મળી રહી છે.

વીડિયો જોઈને ફેન્સ કરી રહ્યા છે વખાણ

આ વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર રામ ચરણ અને ઉપાસના કોનિડેલા વચ્ચેના બોન્ડના ખૂબ જ વખાણ થઈ રહ્યા છે. દરેક વ્યક્તિ રામ ચરણના આ પ્રેમને જોઈને તેના વખાણ કરી રહી છે. યૂઝર્સ આ વીડિયો પર ખૂબ જ કોમેન્ટ કરી રહ્યા છે અને રિએક્શન્સ આપી રહ્યા છે. એક યૂઝરે લખ્યું છે રામને બેસ્ટ હસબન્ડનો એવોર્ડ મળવો જોઈએ. અન્ય એેકે લખ્યું છે કપલ ગોલ.

અંબાણીની ઈવેન્ટમાં સામેલ થવા ગયા રામ ચરણ-ઉપાસના

જામનગરમાં ચાલી રહેલા અનંત અંબાણીના પ્રી-વેડિંગ કાર્યક્રમમાં સામેલ થવા માટે રામ ચરણ અને ઉપાસના જઈ રહ્યા હતા. આ વીડિયો તે સમયનો છે.

આ પણ વાંચોઃ સાવ આવું હોય? ઇન્સ્ટા પ્રોફાઇલનો QR કોડ કપાળ પર! જૂઓ વીડિયો

Back to top button