ચેન્નઈમાં ભારે વરસાદથી સુપરસ્ટાર રજનીકાંતના આલીશાન ઘરમાં પાણી ભરાયું, જૂઓ વીડિયો
- સાઉથ સુપરસ્ટાર રજનીકાંતનો આલીશાન બંગલો પણ ચેન્નઈના પૂરથી બચી શક્યો નથી. પોએસ ગાર્ડન સ્થિત તેનો લક્ઝરી બંગલો પણ ભારે વરસાદની ઝપટમાં આવી ગયો છે
16 ઓક્ટોબર, ચેન્નઈઃ ચેન્નઈમાં હાલમાં સખત વરસાદ વરસી રહ્યો છે. સમગ્ર ચેન્નઈ અને અનેક રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. રસ્તા અને શેરીઓમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ સર્જાઈ છે. ઘૂંટણ સુધી ભરાયેલા પાણી જળ આફત બની ચૂક્યા છે. આવા સંજોગોમાં સાઉથ સુપરસ્ટાર રજનીકાંતનો આલીશાન બંગલો પણ તેનાથી બચી શક્યો નથી. પોએસ ગાર્ડન સ્થિત તેનો લક્ઝરી બંગલો પણ ભારે વરસાદની ઝપટમાં આવી ગયો છે અને બંગલાના કમ્પાઉન્ડમાં પાણી ભરાઈ ગયા છે.
#JUSTIN | சென்னை போயஸ் கார்டனில் உள்ள ரஜினி இல்லத்தை சூழ்ந்த மழை நீர்#Rajinikanth #PoesGarden #Chennai #Rain #weatherupdates #ThanthiTV pic.twitter.com/cvjXGzTZkm
— Thanthi TV (@ThanthiTV) October 15, 2024
રજનીકાંતના ઘરમાં પાણી ભરાયા
સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયો અને તસવીરોમાં રજનીકાંતના લક્ઝુરિયસ વિલાની આસપાસ પાણી ભરાયેલું જોવા મળે છે. આ વિસ્તાર પોશ એરિયામાં સામેલ છે, જ્યાં ઘણી હસ્તીઓ અને ઉદ્યોગપતિઓ રહે છે. એવા અહેવાલ છે કે અભિનેતાના સ્ટાફના સભ્યોએ પૂરને કારણે ઓછામાં ઓછું નુકસાન થાય તે સુનિશ્ચિત કરવા માટે સાવચેતીનાં પગલાં લીધાં છે. ચેન્નઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ડ્રેનેજનું કામ શરૂ કર્યું હતું, પરંતુ ચેન્નઈમાં ભારે વરસાદને કારણે સ્થિતિ યોગ્ય રીતે કાબૂમાં આવી શકી નથી.
ઉલ્લેખનીય છે કે તમિલનાડુમાં ઉત્તર-પૂર્વ ચોમાસાના કારણે ચેન્નઈ અને અન્ય વિસ્તારો પૂર અને વરસાદથી ખરાબ રીતે પ્રભાવિત થયા છે. ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી વાહનવ્યવહાર વ્યવસ્થા ખોરવાઈ રહી છે અને લોકોને ઘરની બહાર નીકળવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રેલ્વે ટ્રેક પર પાણી ભરાઈ જવાને કારણે ઘણી ટ્રેનો પણ રદ કરવી પડી હતી.
આ પણ વાંચોઃ શાર્પ શૂટરના નિશાના પર પ્રિયંકાનો પતિ? સ્ટેજ છોડીને ભાગ્યો નિક જોનાસ