ટ્રેન્ડિંગનેશનલમનોરંજનવીડિયો સ્ટોરી

સુપરસ્ટાર નંદમુરી બાલકૃષ્ણે એક્ટ્રેસને માર્યો ધક્કો! વીડિયો જોઈને લોકો ભડક્યા

  • ગેંગ્સ ઓફ ગોદાવરીની પ્રી-રીલીઝ ઈવેન્ટમાં નંદમુરી બાલકૃષ્ણ અને અભિનેત્રી અંજલી બંને હાજર રહ્યા હતા

HD ન્યૂઝ ડેસ્ક, 30 મે: હાલમાં જ તેલુગુ સુપરસ્ટાર નંદમુરી બાલકૃષ્ણનો એક વીડિયો બહાર આવ્યો છે, જેના કારણે તે ટ્રોલર્સના નિશાના પર આવી ગયો છે. આ વીડિયોમાં નંદમુરી બાલકૃષ્ણ એક ઈવેન્ટ દરમિયાન એક્ટ્રેસ અંજલીને ધક્કો મારતા જોવા મળે છે. આ વીડિયો બહાર આવ્યા બાદ તેલુગુ સુપરસ્ટાર સોશિયલ મીડિયા પર ખરાબ રીતે ટ્રોલ થઈ રહ્યા છે. હકીકતમાં, અભિનેત્રી અંજલી અને નંદમુરી બાલકૃષ્ણ સાથે કામ કરી રહી છે. તેમની આગામી ફિલ્મનું નામ ‘ગેંગ્સ ઓફ ગોદાવરી’ છે, જેની પ્રી-રીલીઝ ઈવેન્ટમાં બંનેએ હાજરી આપી હતી. નંદમુરી બાલકૃષ્ણ અને અંજલી ઉપરાંત વિશ્વક સેન અને નેહા શેટ્ટીએ પણ આ ઈવેન્ટમાં હાજરી આપી હતી.

 

અભિનેત્રીને ધક્કો માર્યો 

આ ઈવેન્ટ દરમિયાન નંદમુરી બાલકૃષ્ણે અંજલી સાથે કંઈક એવું કર્યું જે એક્ટ્રેસના ફેન્સને બિલકુલ પસંદ ન આવ્યું. બીજી તરફ આ વીડિયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ લોકોએ સુપરસ્ટારની ટીકા કરવાનું શરૂ કરી દીધું હતું. તેલુગુ સુપરસ્ટાર નંદમુરી બાલકૃષ્ણ અને અંજલીના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોને લઈને સામાન્ય લોકો જ નહીં પરંતુ ઘણા સેલેબ્સ પણ નારાજ છે. લોકો અભિનેતા પર પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે અને તેને શિષ્ટાચારનો પાઠ પણ શીખવી રહ્યા છે.

અંજલીએ પોતાની જાતને પડતાં-પડતાં બચાવી

હકીકતમાં, આ ઈવેન્ટ નંદમુરીની આગામી ફિલ્મના પ્રમોશન માટે આયોજિત કરવામાં આવી હતી. ઈવેન્ટમાં જ્યારે નંદમુરી અને તેની આગામી ફિલ્મની આખી સ્ટાર કાસ્ટ પ્રમોશન માટે સ્ટેજ પર પહોંચી ત્યારે તમામ સ્ટાર્સ એક પછી એક લાઈનમાં ઉભા હતા. આ દરમિયાન નંદમુરીએ અંજલીને આગળ વધવા માટે એટલો જોરથી ધક્કો માર્યો કે અભિનેત્રી લગભગ પડી ગઈ, અંજલીએ પોતાની જાતને પડતાં-પડતાં બચાવી લીધી. આ દરમિયાન સ્ટેજ પર હાજર અન્ય સ્ટાર્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા અને અંજલી તરફ જોવા લાગ્યા. જો કે અંજલી જોરથી હસી પડી અને આ વાતને ટાળી દીધી, પરંતુ નંદમુરીનું એક્શન સોશિયલ મીડિયા યુઝર્સની નજરથી બચી શક્યું નહીં.

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ 

સોશિયલ મીડિયા પર આ વીડિયો બહાર આવતા જ લોકોએ અભિનેતાની ટીકા કરવાનું શરૂ કરી દીધું હતું. એક યુઝરે લખ્યું કે, ‘અરે, થોડી શરમ કરો..‘ બીજાએ લખ્યું  કે, ‘આ સૌથી ખરાબ માણસ છે, દુઃખની વાત એ છે કે મહિલા કલાકારોને ઘણીવાર તકો ગુમાવવાના ડરથી આ ઘટનાઓ પર હસવું પડે છે.‘ અન્ય એક યુઝરે લખ્યું કે, ‘આ ખૂબ જ અપમાનજનક છે, તે કેટલો ઘમંડી છે.

આ પણ જુઓ: IPL બાદ અનુષ્કા-વિરાટ અને સાગરિકા-ઝહિરે ડિનરની મજા માણી, વીડિયો વાયરલ

Back to top button