રાજસ્થાનમાં સુપર સરપ્રાઈઝ, ભજનલાલ શર્મા ભાજપના મુખ્યપ્રધાન
- રાજસ્થાનના નવા મુખ્યમંત્રી તરીકે ભજનલાલ શર્માનું નામ જાહેર કરવામાં આવ્યું છે.
જયપુર, 12 ડિસેમ્બર: રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદ કોણ સંભાળશે તે અંગે ઘણા દિવસોથી ચાલી રહેલી સસ્પેન્સનો આજે અંત આવ્યો છે. ધારાસભ્ય દળની બેઠકમાં ભજનલાલ શર્માને રાજસ્થાનના સીએમ ચહેરા તરીકે જાહેર કરવામાં આવ્યા છે. ભજનલાલ શર્મા સાંગાનેરથી ધારાસભ્ય છે અને બ્રાહ્મણ સમુદાયમાંથી આવે છે. નવાઈની વાત એ છે કે ભજનલાલ શર્મા પહેલીવાર ધારાસભ્ય તરીકે આવ્યા છે. પ્રથમ વખત ધારાસભ્ય બનતાની સાથે જ તેમને રાજ્યમાં સીએમ પદની જવાબદારી મળવાથી રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
#WATCH भाजपा नेता भजनलाल शर्मा राजस्थान के नए मुख्यमंत्री होंगे। #RajasthanCM pic.twitter.com/i6MrszWILy
— ANI_HindiNews (@AHindinews) December 12, 2023
ડેપ્યુટી સીએમ અને સ્પીકરના નામોની પણ જાહેરાત કરવામાં આવી છે
દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવાને રાજસ્થાનના ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે. વાસુદેવ દેવનાનીને રાજસ્થાન વિધાનસભાના સ્પીકર બનાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો: રાજસ્થાનઃ બે નાયબ મુખ્યમંત્રી, જાણો કોણ છે દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવા?
ભાજપે સરપ્રાઈઝની પરંપરા જાળવી
મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં નવા સીએમ ચહેરાને લઈને ભાજપે બધાને ચોંકાવી દીધા હતા એ જ રીતે રાજસ્થાનમાં પણ સરપ્રાઈઝ આપી છે. મધ્ય પ્રદેશમાં મોટા ચહેરાઓને બાયપાસ કરીને મોહન યાદવને કમાન સોંપવામાં આવી હતી, જ્યારે છત્તીસગઢની બાગડોર વિષ્ણુદેવ સાંઈને સોંપવામાં આવી હતી. જ્યારે આજે રાજસ્થાનમાં પણ અનેક મોટા ચહેરાઓને બાયપાસ કરીને ભજનલાલ શર્માને કમાન સોંપવામાં આવી છે.
રાજસ્થાનના સીએમ ચહેરા માટે મધ્યપ્રદેશ અને છત્તીસગઢથી પણ વધારે ભાગ દોડ થઈ હતી. અંતે આજે ધારાસભ્ય દળની બેઠકમાં હાજર રાજસ્થાનના નિરીક્ષક રાજનાથ સિંહ, વિનોદ તાવડે અને સરોજ પાંડેની હાજરીમાં મુખ્યપ્રધાનના નામની જાહેરાત કરવામાં આવી છે. બેઠકના અંતે મુખ્યપ્રધાન તરીકે ભજનલાલ શર્માના નામની જાહેરાત કરવામાં આવી છે.
કોણ છે ભજનલાલ શર્મા?
ભજનલાલ શર્મા રાજસ્થાનની સાંગાનેર વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે. તેઓ ભારતીય જનતા પાર્ટીના રાજસ્થાન એકમના રાજ્ય મહાસચિવનું પદ પણ સંભાળી રહ્યા હતા. 56 વર્ષીય ભજનલાલ શર્મા, જેઓ ભરતપુરના રહેવાસી છે, તેઓ બ્રાહ્મણ સમુદાયમાંથી આવે છે. ખાસ વાત એ છે કે તેઓ 2023માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં પહેલીવાર ધારાસભ્ય બન્યા છે. ભજનલાલ શર્મા સંઘ અને સંગઠન બંનેના નજીકના ગણાય છે.
આ પણ વાંચો: રાજસ્થાનના નવા મુખ્યપ્રધાન ભજનલાલ શર્મા, જાણો તેમની પ્રોફાઈલ