રાજકોટમાં ઇન્કમટેક્સનું સુપર ઓપરેશન, જાણીતા જ્વેલર્સને ત્યાં દરોડાની કાર્યવાહીથી સોની બજારમાં ખળભળાટ
રાજકોટમાં વહેલી સવારથી જ શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલા નામાંકિત જ્વેલર્સને ત્યાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા દરોડા પાડવામા આવ્યા હતા. આવકવેરા વિભાગની 20 ટીમ દ્વારા આ કાર્યવાહી હાથ ધરાઇ છે. જે અંતર્ગત IT વિભાગે રાજકોટના જાણીતા રાધિકા જ્વેલર્સ અને શિલ્પા જ્વેલર્સને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું.
રાજકોટમાં જાણીતા જ્વેલર્સ પર આવકવેરાના દરોડા
જાણીતા રાધિકા જ્વેલર્સ અને શિલ્પા જ્વેલર્સને ત્યાં IT વિભાગે તવાઈ બોલાવી છે. રાજકોટ શહેરમાં આશરે દોઢ ડઝનથી પણવધુ સ્થળોએ આવકવેરા ખાતાના દરોડા પાડવામા આવ્યા છે. આજો વહેલી સવારે સાત વાગ્યે અલગ અલગ ટુકડીઓ ત્રાટકી જ્વેલર્સને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. રાજકોટમાં લાંબા સમય બાદ ઈન્કમ ટેક્સ દ્વારા દરોડા પાડવામા આવ્યા છે. ત્યારે રાજકોટની જાણીતી રાધિકા જ્વેલર્સ અને શિલ્પા જ્વેલર્સને ત્યાં IT વિભાગ દ્વારા ર્ચ ઓપરેશન હાથ ધરવામા આવ્યું હતું. આમ શહેરની જાણીતી જ્વેલર્સની દુકાન પર દરોડા પાડતા સોની બજારમાં ફફડાટ જોવા મળ્યો હતો.
IT વિભાગે શહેરમાં વિવિધ જ્વેલર્સની દુકાન પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું
રાજકોટમાં બંને જ્વેલર્સના પેલેસ રોડ- સોની બજારમાં આવેલા શોરૂમ અને અક્ષર માર્ગ -અમીન માર્ગ ઉપર આવેલા શોરૂમ ઉપર પણ તપાસ ચાલી રહી છે.રાધિકા જ્વેલર્સના માલિક અને ઉદ્યોગપતિ પ્રભુદાસ પારેખના એટલાન્ટિસ ખાતે b-3 ના પાંચમા માળે આવેલા ફ્લેટ ઉપર પણ તપાસ કરવામા આવી રહી છે. પાંચમા માળે જ રહેતા હિરેન પારેખને ત્યાં પણ આઈટી પહોંચ્યું હતું. અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
તપાસના અંતે મોટા પાયે બેનામી વ્યવહારો મળે તેવી શક્યતા
એટલાન્ટિસમાં જ આઠમા માળે રહેતા ભાસ્કર પારેખને ત્યાં પણ તપાસ કરવામા આવી હતા. એટલાન્ટિસના ફ્લેટની સાથે પંચવટી પાસે આવેલા ફ્લેટમાં પણ એક ઇન્કવાયરી ચાલી રહી છેરાધિકા જ્વેલર્સ વાળા અશોકભાઈ બાબરા વાળા અને હરેશભાઈ બાબરા વાળાને ત્યાં પણ દરોડા પાડવામા આવ્યા હતા. રાધિકા જ્વેલર્સના કલકત્તા ખાતે આવેલા જ્વેલર્સમાં પણ તપાસ ચાલી રહી હોવાના સંકેત મળી રહ્યા છે. ત્યારે આ તપાસના અંતે મોટા પાયે બેનામી વ્યવહારો મળી આવે તેવી સંભાવના છે.
આ પણ વાંચો :ગુજરાતમાં યોજાનારી દસમી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાશે