ગુજરાતમાં કરોડોની ટેક્સચોરી મામલે સાત શહેરોમાં EDનું સુપર ઓપરેશન
- કેન્દ્રીય એજન્સીએ 23 સ્થળે દરોડા પાડ્યા
- અગાઉ અમદાવાદ ક્રાઈમબ્રાન્ચની ટીમે કરી હતી કાર્યવાહી
અમદાવાદ, 17 ઓક્ટોબર : રાજ્યમાં નકલી કંપનીઓ ખોલીને કરોડોની ટેક્સ ચોરી આચરવામાં આવતી હોવાના મામલે હવે ઇડીએ એન્ટ્રી મારી છે. ગુજરાતના સાત શહેરોમાં 23 સ્થળોએ ઇડીની ટીમે સુપર ઓપરેશન આદર્યું છે. ઇડીને આ કેસમાં નવેસરથી ફરિયાદ દાખલ કરી દરોડા પાડવાનું શરૂ કરી દીધું છે. જેના કારણે કરચોરી કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.
મળતી માહિતી મુજબ, ગુજરાતના અમદાવાદ, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, સુરત, વેરાવળ અને કોડીનાર સહિત 7 શહેરોના 23 સ્થળોએ આજે ઇડીની ટીમ ત્રાટકી છે. આશરે 200 થી વધુ ડુપ્લીકેટ કંપનીઓ ખોલીને કરોડોની ટેક્સ ચોરીના કેસમાં અમદાવાદ પોલીસના સપાટા બાદ હવે કેન્દ્રીય એજન્સી ED ત્રાટકી છે. અગાઉ આ કેસમાં એક પત્રકાર સહિત અનેક આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે હવે ED આગળ શું કાર્યવાહી કરે તેના ઉપર નજર મંડરાયેલી છે.
શું છે આખો કેસ?
જાણવા મળ્યા મુજબ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે જીએસટીની ફરિયાદના આધારે રાજ્યમાં વિવિધ 14 જગ્યાએ દરોડા પાડ્યા હતા. જેથી અમદાવાદ, જૂનાગઢ, સુરત, ખેડા, ભાવનગર સહિતના સ્થળોએ અમદાવાદ ક્રાઇમ બાન્ચને રેડ દરમિયાન મહત્વના દસ્તાવેજો મળી આવ્યા છે. જેમાં 200 જેટલી ડુપ્લીકેટ કંપનીઓ બનાવીને કરોડોની ટેક્સ ચોરી આચરવામાં આવતી હોવાનો ખુલાસો થયો હતો. આ કેસમાં એક પત્રકાર સહિત ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત જેમાં કુલ 12 બોગસ પેઢીઓ બનાવનાર 33થી વધુ સંચાલકોની અટકાયત કરાઈ છે.
આ પણ વાંચો :- ભાજપના આ રણનીતિકાર બની શકે છે J&Kના ઉપરાજ્યપાલ, ઘાટીની પરિસ્થિતિના છે વિશેષ જાણકાર