સુર્યનો શુક્રની રાશિમાં પ્રવેશઃ આ ચાર રાશિઓને ફાયદો કરાવશે
- 15 મે, 2023ના રોજ સુર્ય ગોચર કરશે
- તે પોતાની ઉચ્ચ રાશિ મેષને છોડીને વૃષભ રાશિમાં પ્રવેશ કરશે
- કર્ક રાશિ માટે ધન મેળવવાના યોગ બનશે
ગ્રહોના રાજા સુર્ય દર મહિને એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે. આવા સંજોગોમાં સુર્યને એક ચક્ર પુરુ કરવામાં લગભગ એકાદ વર્ષનો સમય લાગે છે. આ વર્ષે 15 મે, 2023ના રોજ સુર્ય પોતાની ઉચ્ચ રાશિ મેષને છોડીને સવારે 11.32 વાગ્યે વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. સુર્ય ગોચરથી આ રાશિના જાતકોને લાભ થશે.
કર્ક રાશિ
કર્ક રાશિના જાતકો માટે સુર્ય બીજા ભાવનો સ્વામી છે અને 11માં ભાવમાં ગોચર કરશે. તે વાંછિત લક્ષ્યોને પ્રાપ્ત કરવાનો સમય છે. તમારી આર્થિક સ્થિતિ સ્થિર થશે અને તમે તમામ દિશાઓમાંથી ધન આવવાનો અનુભવ કરશ. કર્ક રાશિના જાતકો માટે સુર્યનું ગોચર ધન યોગ બનાવશે. જેની કુંડળીમાં શુક્રની સ્થિતિ સારી હશે તેનું ધન વધશે.
સિંહ રાશિ
સિંહ રાશિના જાતકો માટે સુર્ય લગ્નનો સ્વામી છે અને દશમ ભાવમાં ગોચર કરશે. સુર્ય તમારા કરિયરના 10માં ભાવમાં ગોચર કરવાથી તમને નવા અવસરોની પ્રાપ્તિ થશે. આત્મવિશ્વાસ વધશે. તમારી સ્થિતિ અને પ્રતિષ્ઠા મજબૂત થશે. તમે સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા હશો તો તમારુ સપનું સાકાર થશે.
કન્યા રાશિ
કન્યા રાશિના જાતકો માટે સુર્ય 12માં ભાવનો સ્વામી છે અને 9માં ભાવમાં ગોચર કરશે. આ ગોચર દરમિયાન કન્યા રાશિના જાતકોનો ઝુકાવ ધર્મ અને અધ્યાત્મ તરફ થશે. આ દરમિયાન તમે તમારા પિતા કે ગુરૂ તમારા વ્યક્તિત્વને ઢાળવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. નોકરિયાત વર્ગને વિદેશ યાત્રાનો મોકો મળી શકે છે. વિદેશમાં વસેલા કન્યા રાશિના જાતકોને આ ગોચર દરમિયાન પોતાના કાર્યસ્થળ પર પ્રશંસા અને સન્માન મળી શકે છે.
ધન રાશિ
ધન રાશિના જાતકો માટે સુર્ય નવમા ભાવો સ્વામી છે અને છઠ્ઠા ભાવમાં ગોચર કરે છે. તમને શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરવામાં મદદ મળશે. ધન રાશિના જાતકોને પોતાની કરિયરમાં પણ સફળતા મળશે.
આ પણ વાંચોઃ ટૂથબ્રશને કેટલા ટાઈમ પછી બદલવું જોઈએ? જાણો અહીં