ધર્મ

ધન રાશિમાં સુર્યના પ્રવેશથી આ રાશિઓને થશે નુકશાન

Text To Speech

વર્ષના અંતમાં એક વાર ફરી સુર્ય રાશિ પરિવર્તન કરવા જઇ રહ્યો છે. 16 ડિસેમ્બરે સુર્ય રાશિ પરિવર્તન કરીને ધન રાશિમાં પ્રવેશ કરશે. તેથી તેને ધનુ સંક્રાંતિ પણ કહી શકાય છે. વૈદિક જ્યોતિષ અનુસાર સુર્યને ગ્રહોનો રાજા માનવામાં આવે છે. સુર્યનુ ધન રાશિમાં ગોચર ધર્મ અને આસ્થા દર્શાવશે. ધન રાશિમાં સુર્ય પ્રવેશ કરશે અને ખરમાસ આરંભ થશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સુર્યનુ ગોચર તમામ રાશિઓ માટે ખાસ માનવામાં આવે છે. સાથે સાથે ગોચરથી કેટલીક રાશિઓને સાવધાન પણ રહેવાની જરૂર છે.

ધનુ રાશિમાં સુર્યના પ્રવેશથી આ રાશિઓને થશે નુકશાન hum dekhenge news

વૃષભ

વૃષભ રાશિમાં સુર્યનું ગોચર આઠમાં ભાવમાં થવા જઇ રહ્યુ છે. સુર્યના આ ગોચરથી આ રાશિના જાતકોને થોડા સાવધાન રહેવાની જરૂર છે. આ દરમિયાન વૃષભ રાશિના જાતકોએ આરોગ્યનું ખાસ ધ્યાન રાખવુ પડશે. તમારા વર્ક પ્લેસ પર તકલીફો ઉભી થઇ શકે છે. વાહન ચલાવતી વખતે પણ સાવધાની રાખો. તમારી વાણી પર થોડો કન્ટ્રોલ રાખઓ નહીંતર સંબંધોમાં ખટાશ આવી શકે છે. પરિવારમાં કોઇ પણ વાતને લઇને વિવાદ થઇ શકે છે.

કન્યા 

કન્યા રાશિના જાતકોને ડિસેમ્બર મહિનામાં થનારુ સુર્યનું ગોચર પરેશાન કરી શકે છે. આ રાશિમાં સુર્યનું ગોચર ચોથા ભાવમાં થઇ રહ્યુ છે અને તેની દ્રષ્ટિ દશમા ભાવમાં હશે તેથી આ રાશિના જાતકોને આરોગ્ય સંબંધી સમસ્યાઓ આવી શકે છે. કાર્યસ્થળ પર તમારા કામથી કામ રાખો, નહીંતર કોઇ મોટી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. તમને માનસિક તણાવ પણ વધી શકે છે. જેના લીધે ખર્ચ પણ વધશે.

મકર 

મકર રાશિના જાતકો માટે સુર્યનું ગોચર શુભ સાબિત નહીં થાય. આવા સંજોગોમાં આ રાશિના જાતકો કોઇ પણ પ્રકારનું રોકાણ કરવાથી બચે, નહીંતર ધન હાનિનો સામનો કરવો પડી શકે છએ. કેટલાક કામમાં તકલીફો આવી શકે છે. જોકે પરેશાન ન થવુ કેમકે આવનારા સમયમાં સફળતા જરૂર મળશે. આરોગ્ય માટે સાવચેત રહો

આ પણ વાંચોઃ બ્રહ્મા, વિષ્ણુ,મહેશ ત્રણેયની પુજાનું ફળ આપનાર દત્તાત્રેય જયંતિ ક્યારે અને શું છે તેનું મહત્ત્વ?

Back to top button