ટ્રેન્ડિંગનેશનલમનોરંજન

શું Sunny Leone એક્ટિંગ છોડીને યુપી પોલીસમાં જોડાશે? એડમિટ કાર્ડ થયું વાયરલ

Text To Speech

લખનૌ (ઉત્તર પ્રદેશ), 18 ફેબ્રુઆરી: યુપી પોલીસની ભરતી પરીક્ષાના પ્રથમ દિવસે પરીક્ષા આપનાર ઉમેદવારનું એડમિટ કાર્ડ સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે. ખરેખર આ એડમિટ કાર્ડમાં સની લિયોનનીની તસવીર અને વિગતો છે. જેને લઈને અધિકારીઓ ચિંતિત બન્યા હતા. તેમજ આ એડમિટ કાર્ડ સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો હતો. હવે સવાલ એમ ઊભો થાય છે કે, આ કેવી રીતે શક્ય છે અને આ હરકત કોણે કરી હશે. તો ચલો જાણીએ સમગ્ર મામલો..

શું છે સમગ્ર મામલો?

આ મામલો કન્નૌજ જિલ્લાના તિરવા નગર વિસ્તારમાં આવેલી સોનેશ્રી ગર્લ્સ કૉલેજનો છે, જ્યાં પોલીસ કોન્સ્ટેબલની ભરતીની પરીક્ષા લેવામાં આવી રહી હતી. તે જ પરીક્ષા કેન્દ્રમાં ઉમેદવાર અંકિતના એડમિટ કાર્ડમાં અંકિતના ફોટોની બદલે સિનેસ્ટાર Sunny Leoneની તસવીર છપાઈ હતી. એડમિટ કાર્ડ પર સની લિયોનીની તસવીરને કારણે કોઈએ એડમિટ કાર્ડ સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધું. આ એડમિટ કાર્ડ સોશિયલ મીડિયા પર વાયરલ થતાની સાથે જ સમગ્ર રાજ્યમાં આગની જેમ તેજીથી ફેલાઈ ગયું હતું.

જ્યારે એડમિટ કાર્ડમાં લખેલા નંબર પર ફોન પર માહિતી લેવામાં આવી ત્યારે વિદ્યાર્થી અંકિતે જણાવ્યું કે તેણે લોક સેવા કેન્દ્રમાંથી ફોર્મ ભર્યું છે. પરંતુ ફોટો કેવી રીતે બદલાયો તે અંગે તેને જાણ નથી. આ ફોટો બદલવાના કારણે તે પરીક્ષામાં પણ બેસી શક્યો ન હતો. આ એડમિટ કાર્ડમાં દર્શાવેલ સરનામું મુંબઈ છે. જ્યારે નોંધણી દરમિયાન ગૃહ જિલ્લાનો ઉલ્લેખ કન્નૌજ તરીકે કરવામાં આવ્યો હતો. કૉલેજ પ્રશાસનના જણાવ્યા અનુસાર, આ એડમિટ કાર્ડ પર કોઈ ઉમેદવાર પરીક્ષા આપવા આવ્યો ન હતો.

જ્યારે મામલો સ્થાનિક અધિકારીઓ સુધી પહોંચ્યો ત્યારે તેઓએ કહ્યું કે એડમિટ કાર્ડમાં એડિટીંગ કરવામાં આવ્યું છે. બાકીની બાબતોની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે. આવા કૃત્યો કરનારને બક્ષવામાં આવશે નહીં. મહત્ત્વનું છે કે, કન્નૌજ જિલ્લામાં 17 અને 18 ફેબ્રુઆરીએ પોલીસ કોન્સ્ટેબલ ભરતીની પરીક્ષા છે, જેમાં પ્રથમ દિવસે 10 પરીક્ષા કેન્દ્રો પર 9464 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.

આ પણ વાંચો: UP: પોલીસ ભરતી પરીક્ષા પાસ કરવા માટે રૂ. 10 લાખનો કોન્ટ્રાક્ટ, 2ની ધરપકડ

Back to top button