ટ્રેન્ડિંગનેશનલમીડિયાવીડિયો સ્ટોરીસ્પોર્ટસ

સની દેઓલ અને એમએસ ધોનીએ સાથે જોઈ INDvsPAK મેચ, મુલાકાતનો વીડિયો થયો વાયરલ

દુબઈ, 24 ફેબ્રુઆરી 2025 : બોલિવૂડ સુપરસ્ટાર સની દેઓલ દુબઈમાં પૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન એમએસ ધોનીએ સાથે બેસીને મેચનો આનંદ માણ્યો હતો.

ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું. આ ખુશીના માહોલ વચ્ચે હવે એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આમાં બોલિવૂડના ‘તારા સિંહ’ મહેન્દ્ર સિંહ ધોની સાથે જોવા મળી રહ્યાં છે, જેના પછી સની દેઓલ અને એમએસ ધોની સોશિયલ મીડિયા પર છવાયેલા છે. મેચ જોઈ રહેલા બંને સ્ટાર્સની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. સ્ટાર સ્પોર્ટ્સ ઈન્ડિયાએ સોશિયલ મીડિયા પર ધોની અને સનીનો મેચ જોઈ રહેલા વીડિયો અને ફોટો પોસ્ટ કર્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Star Sports India (@starsportsindia)

સની દેઓલ અને એમએસ ધોનીની મુલાકાત
દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રવિવારે રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને છ વિકેટે હરાવ્યું હતું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર પાકિસ્તાનની ટીમ 49.4 ઓવરમાં 241 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. હવે એક તરફ ભારતીય ટીમની જીતની ભારતમાં ઉજવણી કરવામાં આવી રહી છે. સની દેઓલ અને મહેન્દ્ર સિંહ ધોની પણ એક ખાસ કારણથી ચર્ચામાં છે. એક્ટર સનીનો એમએસ ધોની સાથેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં બંને એકબીજાને ગળે લગાવતા જોવા મળે છે. બંને સાથે બેસીને ભારત-પાકિસ્તાન મેચની મજા લેતા જોવા મળ્યા હતા.

નવજોત સિંહે સની દેઓલ અને ધોનીના વખાણ કર્યા હતા
ભારત vs પાકિસ્તાન મેચ દરમિયાન સની દેઓલ અને એમએસ ધોની વાત કરતા જોવા મળ્યા હતા. હવે આ અદ્ભુત વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં નવજોત સિંહ સિદ્ધુ કોમેન્ટ કરતી વખતે બંનેના વખાણ કરતા જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે એમએસ ધોનીની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી 2013નો ખિતાબ જીત્યો હતો. હવે 12 વર્ષ બાદ 2025માં ભારતીય ટીમે ફરી એકવાર ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે.

 

View this post on Instagram

 

A post shared by Star Sports India (@starsportsindia)

‘જટ્ટ’ના પ્રમોશનમાં વ્યસ્ત
સની દેઓલ તેની નવી ફિલ્મ ‘જટ્ટ’ના પ્રમોશનમાં વ્યસ્ત છે જે 10 એપ્રિલ 2025ના રોજ રિલીઝ થશે. સની દેઓલ ઉપરાંત રણદીપ હુડ્ડા, રેજિના કેસાન્ડ્રા, વિનીત કુમાર સિંહ, સૈયામી ખેર, ઝરીના વહાબ અને આયેશા ખાન જેવા ટોચના સ્ટાર્સ સાથે જોવા મળશે.

આ પણ વાંચો : બોલો જુબાં કેસરી: પાન મસાલાની એડ કરવા બદલ શાહરુખ, અજય દેવગન અને ટાઈગર શ્રોફને લીગલ નોટિસ મળી

Back to top button