સુનીતા વિલિયમ્સને આ બીમારીનો ખતરો, વાપસી પહેલા લોકો ટેન્શનમાં


વોશિંગ્ટન, તા.1 માર્ચ, 2025: ભારતીય મૂળના અમેરિકન એસ્ટ્રોનેટ સુનીતા વિલિયમ્સ ગત વર્ષે જૂનથી અંતરિક્ષમાં ફસાયેલા છે. તેમની સાથે અન્ય અંતરિક્ષ યાત્રી પણ છે. લોકો સુનીતા અને વિલ્મોર બુચની વાપસીની રાહ જોઈ રહ્યા છે. બંને સ્પેસએક્સના સ્પેસક્રાફ્ટથી 19 માર્ચે પૃથ્વી પર પરત ફરશે. સુનીતા વિલિયમ્સના ફેંસ તેની વાપસીને લઈ ઉત્સાહિત છે. જોકે લાંબા સમય સુધી અંતરીક્ષમાં રહેવાના કારણે સુનીતાના સ્વાસ્થ્યને લઈ ચિંતિત છે.
નિષ્ણાતો શું કહે છે
વિલિયમ્સની વાસ્તવિક યાત્રા પૃથ્વીના ગુરુત્વાકર્ષણમાં પરત થવાથી થશે. નિષ્ણાતો અનુસાર તેના શરીરને અનેક પ્રકારની મુશ્કેલી થશે. સ્પેસ સ્ટેશનમાં લાંબો સમય પહેનારા અવકાશયાત્રીને કેન્સર, હાર્ટ સંબંધી બીમારીનો ખતરો રહે છે. આ સ્થિતિમાં લોકો તેની વાપસી પહેલા ટેન્શનમાં છે.
વૈજ્ઞાનિકો અનુસાર ગુરુત્વાકર્ષણ તરલ પદાર્થો સહિત દરેક ચીજોને નીચે ખેંચવાનું શરૂ કરે છે. તેમના માટે એક પેન્સિલ ઉપાડવી પણ વધારે કસરત જેવું મહેસૂસ થશે.હેલ્થ એક્સપર્ટ અનુસાર, અંતરીક્ષમાં માનવ શરીરમાં મહત્ત્વપૂર્ણ પરિવર્તન થાય છે અને વાપસીની યાત્રામાં શારીરિક પડકારો આવે છે.
સ્પેસ સ્ટેશનમાં લાંબો સમય સુધી રહેનારા અંતરીક્ષ યાત્રીઓને માંસપેશી સાથે જોડાયેલી સમસ્યાઓ થઈ શકે છે. માંસપેશી નબળી પડી જાય છે. આ ઉપરાંત હાડકામાં પણ ઘનત્વ ઓછું થઈ શકે છે. નિષ્ણાતો અનુસાર વિલિયમ્સના હાડકા નબળા પડ્યા હોવાનું જાણવા મળ્યું છે. લાંબા સમય સુધી માઈક્રોગ્રેવિટીના સંપર્કમાં રહેવાથી હાડકા નબળા પડી જાય છે, જેનાથી ફ્રેક્ચરનો ખતરો વધી જાય છે.
આ પણ વાંચોઃ હરિયાણામાં ભાજપ સરકારના કપાળે કાળી ટીલી, પરીક્ષામાં નકલખોરીનાં દૃશ્યો જોવા મળ્યાં