ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડસાયન્સ એન્ડ ટેકનોલોજી

સુનીતા વિલિયમ્સ આવતીકાલે અવકાશમાં ભરશે ઉડાન, મિશન પર ભગવાન ગણેશની લઈ જશે મૂર્તિ

વૉશિંગ્ટન (અમેરિકા), 06 મે 2024: ભારતીય મૂળના સુનીતા વિલિયમ્સ ફરી એકવાર અવકાશમાં જવા માટે તૈયાર છે. આ વખતે બુચ વિલ્મોર પણ તેમની સાથે હશે. NASAના બે અનુભવી અવકાશયાત્રીઓ બોઇંગના સ્ટારલાઇનર અવકાશયાનમાં અવકાશમાં જવા માટે તૈયાર છે. આ પહેલું માનવયુક્ત અવકાશયાન હશે, જે 7 મેના રોજ ઉડાન ભરશે. નાસાના જણાવ્યા અનુસાર, યુનાઈટેડ લૉન્ચ એલાયન્સ એટલાસ વી રૉકેટ અને બોઈંગ સ્ટારલાઈનર સ્પેસક્રાફ્ટને કેનેડી સ્પેસ સેન્ટરથી 7 મેના રોજ સવારે 8:04 વાગ્યે લૉન્ચ કરવામાં આવશે.

નવા અવકાશયાનમાં ઉડવા માટે ઉત્સાહિત

આ મિશનનું સંચાલન કરવા જઈ રહેલી સુનીતા વિલિયમ્સે મીડિયા સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે, હું થોડી નર્વસ છું. પરંતુ નવા અવકાશયાનમાં ઉડાન ભરવા માટે ઉત્સાહિત છે. જ્યારે હું ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પહોંચીશ, ત્યારે તે હું મારા ઘરે પાછા જઈશ તેવું લાગશે.

અવકાશમાં કુલ 322 દિવસ વિતાવ્યા છે

ડૉ. દીપક પંડ્યા અને બોની પંડ્યાના ઘરે જન્મેલી સુનીતા વિલિયમ્સ ફરી એકવાર ઈતિહાસ રચશે. માનવયુક્ત અવકાશયાનના પ્રથમ મિશન પર ઉડાન ભરનાર તે પ્રથમ મહિલા હશે. તે 2006 અને 2012માં બે વખત અવકાશમાં જઈ ચૂક્યા છે. વિલિયમ્સે બે મિશનમાં કુલ 322 દિવસ અવકાશમાં વિતાવ્યા છે, જે પોતાનામાં જ એક રેકોર્ડ છે. એક સમયે તેમણે મહિલા અવકાશયાત્રી તરીકે સૌથી વધુ સ્પેસવોક કરવાનો રેકોર્ડ બનાવ્યો હતો. સુનીતાએ 50 કલાક અને 40 મિનિટ સુધી સ્પેસવોક કરીને નવો રેકોર્ડ બનાવ્યો. જો કે, તે પછી પેગી વ્હીટસને 10 સ્પેસવોક સાથે તેમનો રેકોર્ડ તોડ્યો હતો.

ગણેશજીની મૂર્તિ સાથે લઈ જશે

ત્રીજી વખત ટેક ઑફ કરતા પહેલા વિલિયમ્સે કહ્યું કે તે પોતાની સાથે ભગવાન ગણેશની મૂર્તિ લઈ જશે. તેઓ માને છે કે ગણેશ તેમના માટે ભાગ્યશાળી છે. આ પહેલા સુનીતા પોતાના સાથે ભગવદ ગીતાને અવકાશમાં લઈ ગઈ હતી. તેમણે એ પણ જણાવ્યું કે તેમને સમોસા ખાવા ખૂબ જ ગમે છે. અગાઉના અવકાશ મિશનમાં તેઓ તેમની સાથે ભગવદ્દ ગીતાની નકલ સાથે લઈ ગયા હતા. આ ઉપરાંત તેઓ એક મેરેથોન દોડવીર પણ છે.

અવકાશયાત્રી બનતા પહેલા તેઓ શું કરતા હતા?

સુનિતા વિલિયમ્સનો જન્મ 19 સપ્ટેમ્બર, 1965ના રોજ યુક્લિડ, ઓહિયોમાં થયો હતો. 1987માં તેમણે યુએસ નેવલ એકેડેમીમાંથી ફિઝિકલ સાયન્સની બેચલરની ડિગ્રી મેળવી. આ પછી તેમણે એન્જિનિયરિંગ મેનેજમેન્ટમાં માસ્ટર કર્યું. NASAમાં જોડાતા પહેલા તે યુએસ નેવીમાં ફરજ બજાવતા હતા. તે સમયે તેમણે 30થી વધુ અલગ-અલગ એરક્રાફ્ટમાં 3000 ફ્લાઈંગ કલાક ઉડાન ભરી છે. સુનીતા વિલિયમ્સ હાલમાં તેમના ત્રીજા અવકાશ મિશનની તૈયારી કરી રહ્યા છે.

ભારતીય મૂળના સુનીતાને ઘણા દેશોની સરકારો દ્વારા સન્માનિત કરવામાં આવી છે. ભારત સરકારે તેમને 2008માં પદ્મ ભૂષણથી સન્માનિત કર્યા હતા. રશિયાની સરકારે તેમને અવકાશ સંશોધનમાં મેડલ ઑફ મેરિટ એનાયત કર્યો. આ ઉપરાંત, સ્લોવેનિયા સરકારે તેમને ગોલ્ડન ઓર્ડર ઑફ મેરિટથી સન્માનિત કર્યા. નાસાએ તેમને NASA સ્પેસફ્લાઇટ મેડલ એનાયત કર્યો, જે અવકાશ મિશનમાં નોંધપાત્ર સિદ્ધિ અથવા સેવા માટે આપવામાં આવે છે.

આ પણ વાંચો: NASAએ સૌરમંડળની અદ્દભૂત તસવીરો શૅર કરી, લોકોએ બનાવટી હોવાનો કર્યો દાવો

Back to top button