ટ્રેન્ડિંગનેશનલમીડિયાવર્લ્ડસાયન્સ એન્ડ ટેકનોલોજી

સાત મિનિટ સુધી સંપર્ક તૂટી જતાં સૌને કલ્પના ચાવલાની ઘટના યાદ આવી ગઈ હતી

અમેરિકા, 19 માર્ચ 2025 :  ભારતીય મૂળના નાસા અવકાશ વિજ્ઞાની સુનિતા વિલિયમ્સ 19 માર્ચ, 2025ના રોજ 9 મહિના પછી પરત ફર્યા. ક્રૂ-9 ના બધા સભ્યો સુરક્ષિત છે. sunita williams successful landing જોકે, લેન્ડિંગ દરમિયાન, એક સમય એવો આવ્યો જ્યારે આખી દુનિયાનો શ્વાસ થોડી ક્ષણો માટે થંભી ગયો. આ 7 મિનિટમાં લોકોને ભારતની સિંહણ કલ્પના ચાવલા kalpana chawla યાદ આવવા લાગી. વાત જાણે એમ છે કે જ્યારે ડ્રેગન કેપ્સ્યુલ અવકાશમાંથી પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશી રહ્યું હતું, ત્યારે તેનો સંપર્ક લગભગ 7 મિનિટ માટે તૂટી ગયો અને પછી કલ્પના ચાવલા સાથે થયેલા અકસ્માતના ઝબકારાએ બધાને વિચલીત કરી નાખ્યા, આકાશમાં આ દૃશ્ય જોઈને કરોડો ભારતીયોના હૃદય રડી પડ્યા.

જ્યારે સુનિતા વિલિયમ્સે ઉતરાણ માટે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કર્યો, ત્યારે દરેક ભારતીયના હૃદયમાંથી ફક્ત એક જ પ્રાર્થના હતી કે કલ્પના ચાવલા સાથે જે બન્યું તે ફરી ન બને. જ્યારે સુનિતા પૃથ્વી પર સુરક્ષિત રીતે ઉતરી, ત્યારે મનમાં એક વિચાર આવ્યો કે કાશ તેમનું અવકાશયાન પણ તે સમયે ઉતર્યું હોત. જો આ શક્ય બન્યુ હોત, તો ગૌરવશાળી ભારતની તે પુત્રી આજે પણ જીવતી હોત.

ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

નાસાનું તે મિશન છેલ્લું મિશન બન્યું.
આ વાત લગભગ 22 વર્ષ જૂની છે, જ્યારે ભારતના હરિયાણાના કલ્પના ચાવલા નાસાના અવકાશ મિશન STS-107 પર હતા. અવકાશમાં 16 દિવસ વિતાવ્યા પછી, કલ્પના ચાવલા 1 ફેબ્રુઆરી, 2003 ના રોજ કોલંબિયા અવકાશયાનમાં પૃથ્વી પર પાછા ફરી રહ્યા હતા. પરત ફરતી વખતે અવકાશયાનમાં ટેકનિકલ ખામી સર્જાતા એક ભયાનક અકસ્માતમાં કલ્પના ચાવલા અને તેમના ક્રૂએ પોતાનો જીવ ગુમાવ્યો.

 ઉતરાણના 16 મિનિટ પહેલા જ મૃતયુ
આશ્ચર્યજનક વાત એ છે કે કોલંબિયા અવકાશયાન અવકાશમાંથી પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ્યું હતું. અને પૃથ્વી પર ઉતરાણ કરવાથી માત્ર 16 મિનિટ દૂર હતું, પરંતુ પછી અવકાશયાનમાં સમસ્યાને કારણે, હરિયાણાની દીકરી કલ્પના ચાવલાનું અવસાન થયું. મળતી માહિતી મુજબ અવકાશયાનની ડાબી પાંખમાં કોઈ સમસ્યા હતી, જેના કારણે સાત અવકાશયાત્રીઓના મૃત્યુ થયા હતા. આકાશમાં મૃત્યુનું આ દ્રશ્ય જોઈને દરેક ભારતીયનું હૃદય રડી પડ્યું હતું.

અવકાશયાનના ડાબા પાંખમાં છિદ્ર હોવાને કારણે, બહારના વાયુઓ અવકાશયાનમાં ઝડપથી ભરવા લાગ્યા. ગેસ ભરવાને કારણે સેન્સરે કામ કરવાનું બંધ કરી દીધું. અને આમ કલ્પના ચાવલાની વાપસીની આશા અધૂરી રહી ગઈ.

આ પણ વાંચો : ઋણમાં ઘટાડો અને સરકારી પ્રોત્સાહનોને કારણે ખાનગી ક્ષેત્રમાં રોકાણનો નવો રાઉન્ડ

Back to top button