ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

સુનિતા વિલિયમ્સ અવકાશમાં ફસાઈ, એરક્રાફ્ટમાં સર્જાઈ ખામી, પરત આવવામાં વિલંબ

વોશિંગ્ટન, 23 જૂન : જ્યારથી બોઈંગ સ્ટારલાઈનરના અવકાશયાત્રીઓએ આ વખતે તેમની મુસાફરીની યોજના બનાવી છે, ત્યારથી કોઈને કોઈ સમસ્યા સામે આવી રહી છે. બે વખત ટેકનિકલ ખામીઓ બાદ બંને અવકાશયાત્રીઓને ત્રીજી વખત ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટર (ISS)માં મોકલવામાં આવ્યા હતા. હવે તેઓ ISSમાંથી પાછા આવવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અવકાશયાનમાં ટેકનિકલ સમસ્યાઓના કારણે તેમને પૃથ્વી પર પાછા ફરવામાં વિલંબ થઈ રહ્યો છે. એન્જિનિયર્સનું કહેવું છે કે ટૂંક સમયમાં અવકાશયાનની અછત દૂર કરવામાં આવશે અને તેમને પૃથ્વી પર પાછા લાવવામાં આવશે.

સ્પેશક્રાફ્ટની ખામીને દૂર કરાશે : એન્જિનિયર્સ

બોઈંગ સ્ટારલાઈનરના એસ્ટ્રોનેટઓએ જ્યારથી તેમની સ્પેશ સેન્ટર પર જવાનો પ્લાન કર્યો છે, ત્યારથી કોઈને કોઈ સમસ્યા સામે આવી રહી છે. બે વખત ટેકનિકલ ખામીઓ બાદ એસ્ટ્રોનેટઓ (Astronaut)ને ત્રીજી વખત ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટર (ISS) પર રવાના કરવામાં આવ્યા હતા. ત્યારે હવે સ્પેશક્રાફ્ટમાં ખામી સર્જાતા તેઓ ISSમાંથી પાછા આવવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ મામલે એન્જિનિયર્સનું કહેવું છે કે ટૂંક સમયમાં સ્પેશક્રાફ્ટની ખામીને દૂર કરીને એસ્ટ્રોનેટને પૃથ્વી પર પરત લાવવામાં આવશે.

હાર્મની મોડ્યુલમાં ફક્ત મર્યાદિત ઈંધણ જ બચ્યું

સ્ટારલાઇનર સ્પેસક્રાફ્ટનું રીટર્ન મોડ્યુલ ISSના હાર્મની મોડ્યુલ પર રોકાય ગયું છે. જો કે, હાર્મની મોડ્યુલમાં ફક્ત મર્યાદિત ઈંધણ જ બચ્યું છે. તો બીજી તરફ સ્ટારલાઈનમાં પાંચ જગ્યાએથી હિલીયમ લીકેજને કારણે પરત ફરવાની યાત્રા શરૂ થઈ શકી નથી. એક અહેવાલ મુજબ, સ્ટારલાઈનર પાસે પાંચ થ્રસ્ટર્સ છે જેણે કામ કરવાનું બંધ કરી દીધું હતું. આ મામલે નાસાએ એક મોટી માહિતી આપતા કહ્યું છે કે એસ્ટ્રોનેટઓના પ્રથમ ટીમને લઈ જનાર સ્ટારલાઈનરની વાપસી મોકૂફ રાખવામાં આવી છે.

25 કલાકની મુસાફરી દરમિયાન અવકાશયાનમાં પાંચ જગ્યાએથી હિલિયમ લીક થઈ રહ્યું હોવાનું જાણવા મળ્યું હતું. પાંચ થ્રસ્ટર્સે કામ કરવાનું બંધ કરી દીધું હતું. બોઇંગ સ્ટારલાઇનર પ્રોગ્રામના મેનેજરે પોતે કહ્યું હતું કે તેમની હિલીયમ સિસ્ટમ ડિઝાઇન કરવામાં આવી હતી તે રીતે કામ કરી રહી નથી. ઇજનેરોને પણ ખબર નથી કે સમસ્યા શું છે.

નાસા કોઈ જોખમ લેવા માંગતું નથી

આ ઉપરાંત નાસાએ સુનિતા વિલિયમ્સ સહિત આ ટીમના સભ્યોની પરત ફરવાની નવી તારીખ પણ આપી નથી. નોંધનીય છે કે અગાઉ સ્પેશક્રાફ્ટની વાપસી 26 જૂને નક્કી કરવામાં આવી હતી. આ પહેલા ત્રણ વખત વાપસી ટળી ગઈ છે. 6 કલાકની ફ્લાઈટમાં કોઈ ચૂક ન થાય તે માટે નાસા કોઈ જોખમ લેવા માંગતું નથી. ત્યારે ભારત સહિત સમગ્ર વિશ્વના લોકોની ચિંતા વધી રહી છે.

કલ્પના ચાવલા સાથે દુર્ઘટના બની હતી

આજથી લગભગ 21 વર્ષ પહેલા જ્યારે અવકાશમાં જનાર પ્રથમ ભારતીય મહિલા કલ્પના ચાવલા (Kalpana Chawla) સ્પેસ મિશન દરમિયાન અકસ્માતનો શિકાર બની હતી. 2003માં તે દિવસે, સ્પેસક્રાફ્ટ કોલંબિયા પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતાની સાથે જ ક્રેશ થઈ ગયું હતું. ત્યારે નાસા ફરી એકવાર આવી કોઈ દુર્ઘટના ટાળવા માટે સતર્ક છે કારણ કે ભારતીય મૂળની અન્ય એસ્ટ્રોનેટ સુનિતા વિલિયમ્સના પૃથ્વી પર પાછા ફરવાના પ્રયાસો ત્રણ વખત રોકવા પડ્યા છે.

આ પણ વાંચોઃ રેલવેઃ રાજકોટ ડિવિઝનમાં ડબલ ટ્રેકના કામને કારણે 30 જૂન સુધી રેલ વ્યવહારને અસર

Back to top button