ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડવીડિયો સ્ટોરીસાયન્સ એન્ડ ટેકનોલોજી

સુનીતા વિલિયમ્સની પૃથ્વી પર પરત ફરવાની આશા વધી: Crew 9 ISS પહોંચ્યું, જૂઓ વીડિયો

  • સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરે ખુશી વ્યક્ત કરીને ક્રૂ-9નું સ્વાગત કર્યું

વોશિંગ્ટન, 30 સપ્ટેમ્બર: ઘણા મહિનાઓ સુધી રાહ જોયા બાદ સુનીતા વિલિયમ્સની પૃથ્વી પર પરત ફરવાની આશાઓને વધુ વેગ મળ્યો છે. સુનીતાને પરત લાવનાર અંતરીક્ષયાન અવકાશમાં પહોંચી ગયું છે. નાસાના અવકાશયાત્રી નિક હેગ અને રશિયન સ્પેસ એજન્સી રોસકોસમોસના એલેક્ઝાન્ડર ગોરબુનોવએ નાસા અને SpaceXના ક્રૂ-9 મિશનના ડ્રેગન કેપ્સ્યુલમાં મુસાફરી કરીને સફળતાપૂર્વક ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર પહોંચી ગયા છે. આ ટીમ નીતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરને પરત લાવવા માટે પહોંચી છે. SpaceX કેપ્સ્યુલ આવતાની સાથે જ નાસાના અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરે ખુશી વ્યક્ત કરીને તેમનું સ્વાગત કર્યું.

સુનીતા વિલિયમ્સ ખુશ જોવા મળી 

સુનીતા વિલિયમ્સ અને તેમનો પાર્ટનર બૂચ જૂન 2024થી અંતરીક્ષમાં ફસાયેલા છે. હવે SpaceX કેપ્સ્યુલ આવતાની સાથે જ નાસાના અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરે ખુશી વ્યક્ત કરી અને તેમનું સ્વાગત કર્યું. તેનો વીડિયો પણ બહાર આવ્યો છે.

જૂઓ આ વીડિયો

SpaceX Crew 9 આવતા વર્ષે પરત આવશે

SpaceXએ શનિવારે આ મિશન લોન્ચ કર્યું હતું, જે આજે સોમવારે સ્પેસ સ્ટેશન પર પહોંચ્યું હતું. સ્પેસ મિશન SpaceX Crew 9 આવતા વર્ષે પૃથ્વી પર પરત ફરશે. નાસાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, હેગ અને ગોરબુનોવ સાંજે 7:04 વાગ્યે સ્પેસ સ્ટેશનમાં પ્રવેશ્યા હતા.

હેગ અને ગોરબુનોવનું સ્પેસ સ્ટેશનના એક્સપિડિશન 72 ક્રૂ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમાં નાસાના અવકાશયાત્રીઓ મેથ્યુ ડોમિનિક, માઈકલ બેરેટ, જીનેટ એપ્સ, ડોન પેટિટ, બૂચ વિલ્મોર અને સુનીતા વિલિયમ્સ તેમજ રોસકોસમોસ અવકાશયાત્રીઓ એલેક્ઝાન્ડર ગ્રેબેનકિન, એલેક્સી ઓવચિન અને ઈવાન વેગનરનો સમાવેશ થાય છે.

સ્પેસ સ્ટેશન પર ક્રૂની સંખ્યામાં વધારો થશે

X પર એક પોસ્ટમાં, નાસાના જોન્સન સ્પેસ સેન્ટરે લખ્યું કે, ‘તમારું સત્તાવાર રીતે સ્વાગત છે.’ એક્સપિડિશન 72 ક્રૂએ ક્રૂ-9નું સ્વાગત કર્યું છે. ખાસ કરીને, થોડા સમય માટે સ્પેસ સ્ટેશન પર ક્રૂની સંખ્યા વધીને 11 લોકો થઈ જશે, જ્યાં સુધી ક્રૂ-8 સભ્યો ડોમિનિક, બેરેટ, એપ્સ અને ગ્રીબેનકિન ઑક્ટોબરની શરૂઆતમાં પૃથ્વી પર પાછા ન આવે. 

શનિવારે, SpaceXએ સ્ટારલાઇનર અવકાશયાત્રીઓને પાછા લાવવા માટે ISS પર બે-કૂડવાળા ક્રૂ-9 મિશનને લોન્ચ કર્યું હતું, જે સ્ટારલાઇન અંતરીક્ષયાત્રીઓને પરત લાવવા ગયું છે. 

સુનીતા અને બુચ ફેબ્રુઆરી 2025માં પરત ફરશે

બુચ વિલ્મોર અને સુનીતા વિલિયમ્સ ઔપચારિક રીતે ફેબ્રુઆરી 2025 સુધી મિશન 71/72 ક્રૂના ભાગ રૂપે તેમનું કાર્ય ચાલુ રાખશે. તેઓ એજન્સીના SpaceX ક્રૂ-9 મિશનને સોંપેલ અન્ય બે ક્રૂ સભ્યો સાથે સ્પેસએક્સ ડ્રેગન અવકાશયાન પર પાછા ફરશે.

આ પણ જૂઓ: પૃથ્વીની આસપાસ ફરશે મિની મૂન, શું ભારતમાં પણ દેખાશે?

Back to top button