ટ્રેન્ડિંગવર્લ્ડસાયન્સ એન્ડ ટેકનોલોજી

સુનિતા વિલિયમ્સને દ્રષ્ટિ અને અસ્થિની થઈ સમસ્યા, બચવા માટે ફકત 16 દિવસ બાકી

  • સુનિતા વિલિયમ્સ અંગે આવ્યા મોટા સમાચાર

નવી દિલ્હી, 08 ઓગસ્ટ, ભારતીય મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેના પાર્ટનર બૂચ વિલમોર છેલ્લા બે મહિનાથી અવકાશમાં અટવાયેલાં છે. બંને અવકાશયાત્રીઓ તેમના બોઇંગ સ્ટારલાઇનર સ્પેસક્રાફ્ટમાં તકનીકી સમસ્યાઓના કારણે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) થી પાછા ફરી શક્યાં નથી. નાસા અત્યાર સુધી ચાર વખત સુનીતાની ધરતી પર વાપસીની તારીખ બદલી ચૂક્યું છે. જો કે, હવે અમેરિકન સ્પેસ એજન્સી નાસા પાસે બન્ને અંતરિક્ષયાત્રીઓને પરત લાવવા માટે માત્ર 16 દિવસ બાકી છે. સુનિતાને દૃષ્ટિ અને હાડકાંની સમસ્યા થયાના ચિંતાજનક અહેવાલ મળી રહ્યા છે.

5 જૂન 2024ના રોજ બોઈંગ સ્ટારલાઈનરનું અવકાશયાન સુનીતા અને બૂચ વિલ્મરને લઈને રવાના થયું હતું. બંને અવકાશયાત્રીનું આ મિશન માત્ર 8થી 10 દિવસનું હતું, પરંતુ હિલિયમ લીકેજ અને થ્રસ્ટર્સમાં ખામીના કારણે અંતરિક્ષયાત્રીઓની પૃથ્વી પર વાપસીને ટાળી દેવામાં આવી. હવે નાસાના અંતરિક્ષયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બેરી વિલમોરને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન(ISS) પરથી સુરક્ષિત રીતે પાછા લાવવામાં માત્ર 16 દિવસ જ બાકી છે. તેમનું બોઇંગ સ્ટારલાઇનર અવકાશયાન હાલમાં ટેકનિકલ સમસ્યાઓના કારણે ISS (International Space Station) માં અટવાયું છે.

સુનિતાને દૃષ્ટિ અને અસ્થિની થઈ સમસ્યા

3 વખત અંતરિક્ષમાં જઈ ચૂકેલા સુનીતા વિલિયમ્સને પહેલીવાર કડવો અનુભવ થયો છે. અંતરિક્ષયાત્રીઓ 50 દિવસથી વધુ સમય સુધી અંતરિક્ષમાં અટવાયેલા છે, જેના કારણે તેમની તબિયત બગડી હોવાના અહેવાલ સામે આવ્યા છે. નાસાના સૂત્રોના કહેવા મુજબ આઇ.એસ.એસ.માં સુનિતા વિલિયમ્સની બન્ને આંખોના કોર્નિયા, લેન્સ અને આંખની નસનું તબીબી પરીક્ષણ કરવામાં આવ્યું છે. અંતરિક્ષયાત્રીઓને અંતરિક્ષમાંના ગુરુત્વાકર્ષણ બળની અસરના કારણે તેમના મગજ, આંખ પર ભાર વધે છે. ક્યારેક તો આંખનો આકાર પણ બદલાઇ જવાનું જોખમ રહે છે. તેમજ જો વધુ સમય માટે અંતરિક્ષમાંના ગુરુત્વાકર્ષણ બળના સંપર્કમાં રહેવાથી હંમેશ માટે દ્રષ્ટિહીન પણ થઈ શકે છે. સુનિતા વિલિયમ્સને બોન ડેન્સિટીની સમસ્યા થઈ છે. કુદરતી તત્ત્વોનું પ્રમાણ ઘટી જવાથી તેમના હાડકાં નબળાં પડી જતાં તેમને સંતુલન જાળવવામાં તેમજ ઊભા ન રહી શકવાની સમસ્યા સર્જાઈ છે.

આ પણ વાંચો..સુનિતા વિલિયમ્સ પાસે હવે માત્ર આટલા દિવસનું જ બચ્યું ફ્યુલ, જુઓ પછી શું થશે?

Back to top button