VIDEO: NASA ક્રૂ-10ના સભ્યોને સામે જોઈ સુનીતા વિલિયમ્સ નાચી ઉઠ્યા


વોશિંગ્ટન ડીસી, તા. 16 માર્ચ, 2025ઃ ભારતીય મૂળના અંતરિક્ષયાત્રી સુનીતા વિલિયમ્સ અને તેના સાથી બુચ વિલ્મોર થોડા દિવસોમાં ધરતી પર આવશે. તેમને લેવા માટે નાસા અને સ્પેસએક્સ દ્વારા લોન્ચ ક્રૂ-10ના સભ્યો અંતરિક્ષમાં પહોંચ્યા હતા. ક્રૂ-10ના સભ્યો સ્પેસ સેન્ટર પર પહોંચ્યા ત્યારે તેમને સામે જોઈને સુનીતા વિલિયમ્સ ખુશીથી નાચી ઉઠ્યા હતા. તે ચારેય અંતરિક્ષ યાત્રીઓને વારાફરતી ભેટ્યા હતા.
સુનીતાની વાપસીમાં ખુદ ટ્રમ્પને છે રસ
સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરની વાપસીમાં ખુદ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને રસ છે. તેમણે સ્પેસએક્સના માલિક ઇલોન મસ્કને તેની જવાબદારી સોંપી હતી. જે બાદ મસ્કની કંપની સ્પેસએક્સએ આ દિશામાં કામ શરૂ કર્યું હતું. ટ્રમ્પે થોડા દિવસ પહેલા કહ્યું હતું કે બાઇડેને સુનીતા અને બુચ વિલ્મોરને અંતરિક્ષમાં જ છોડી દીધા હતા.
VIDEO | Crew-10 team – which includes NASA’s Anne McClain and Nichole Ayers, Japan Aerospace Exploration Agency’s Takuya Onishi and Roscosmos cosmonaut Kirill Peskov – arrives at International Space Station. The Crew-10 team will replace astronauts Sunita Williams and Barry… pic.twitter.com/sHr0FXmZIA
— Press Trust of India (@PTI_News) March 16, 2025
5 જૂન 2024ના રોજ સુનીતા વિલિયમ્સ અને તેના સાથી બુચ વિલ્મોરે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન માટે ઉડાન ભરી હતી. અંતરિક્ષની તેમની યાત્રા 8 દિવસની હતી. બંને 10 દિવસ બાદ પરત ફરવાના હતા. આ મિશન દરમિયાન સુનીતા અને બુચ સ્પેસ સ્ટેશનમાં રિસર્ચ અને એક્સપરિમેંટ પણ કરવાના હતા. મિશનનો મુખ્ય હેતુ સ્પેસક્રાફ્ટના એસ્ટ્રોનોટ્સને સ્પેસ સ્ટેશન સુધી લઈ જઈને પરત લાવવાની ક્ષમતાને સાબિત કરવાનો હતો.
સ્ટારલાઈનર અંતરિક્ષ યાનના થ્રસ્ટરમાં ખરાબીના કારણે તેમની વાપસીમાં વિલંબ થતો ગયો હતો. નાસાએ જણાવ્યું કે, સ્પેસક્રાફ્ટના સર્વિસ મોડ્યુલરના થ્રસ્ટરમાં એક હીલિયમ લીક છે. 25 દિવસ બાદ સ્પેસક્રાફ્ટના કેપ્સૂલમાં 5 હીલિયમ લીક થયું હતું. 5 થ્રસ્ટર્સ કામ કરતા બંધ થઈ ગયા હતા. સ્ટારલાઈનર અંતરિક્ષ યાનને થ્રસ્ટરમાં આવેલી સમસ્યાને ઉકેલવા વારંવાર કોશિશ કરી હતી. પરંતુ કોઈ પરિણામ આવ્યું નહોતું. જેથી સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરની વાપસી ટળી હતી.
આ પણ વાંચોઃ કેદારનાથમાં બિન હિન્દુઓને નહીં મળે પ્રવેશ? જાણો વિગત