ગોવિંદાથી કોઈ અલગ કરીને તો બતાવે, ડિવોર્સની અફવાઓ વચ્ચે સુનીતા આહૂજાનો વીડિયો વાયરલ

- ગોવિંદાની પત્ની સુનિતા આહૂજાનો વીડિયો વાયરલ થતા તેમના ફેન્સે રાહતનો શ્વાસ લીધો છે અને ડિવોર્સની અફવાઓ પર પૂર્ણવિરામ મુકાયું છે
1 માર્ચ, 2025, મુંબઈઃ બોલિવૂડ સ્ટાર ગોવિંદા હાલમાં હેડલાઇન્સમાં છે. પત્ની સુનિતા આહુજા સાથેના તેમના છૂટાછેડાની અફવાઓ આગની જેમ ફેલાઈ રહી છે. અભિનેતાના વકીલે દાવો કર્યો છે કે સુનિતાએ 6 મહિના પહેલા ગોવિંદાને છૂટાછેડાની નોટિસ મોકલી હતી, પરંતુ હવે આ દંપતીએ તેમના મતભેદો ઉકેલી લીધા છે અને હવે તેઓ છૂટાછેડા લેશે નહીં.
થોડા સમય પહેલા સુનિતાએ ખુલાસો કર્યો હતો કે તે અને ગોવિંદા સાથે રહેતા નથી પણ અલગ ઘરમાં રહે છે. તે જ સમયે અભિનેતાની પત્નીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે ગોવિંદાથી અલગ રહેવાનું કારણ જણાવી રહી છે. ઉપરાંત તે છૂટાછેડાની અફવાઓનો યોગ્ય જવાબ આપી રહી છે.
ગોવિંદાથી અલગ રહેવા વિશે સુનિતાએ શું કહ્યું?
તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં સુનિતાએ કહ્યું હતું કે તે અને ગોવિંદા અલગ ઘરમાં રહે છે. છેલ્લા 12 વર્ષથી તે એકલા પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે. હવે તાજેતરમાં એક વીડિયો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં સુનિતા પતિ ગોવિંદાથી અલગ રહેવા પાછળનું સાચું કારણ જણાવી રહી છે.
View this post on Instagram
વીડિયો ક્લિપમાં સુનિતા કહે છે, અમે અલગ રહીએ છીએ એટલે કે જ્યારે તેમને રાજકારણમાં જોડાવું પડ્યું, ત્યારે મારી દીકરી મોટી થઈ રહી હતી… ત્યારે બધા કાર્યકર્તાઓ ઘરે આવતા હતા. મારી દીકરી છે, હું છું, અમે શોર્ટ્સ પહેરીને ઘરમાં ફરતા હોઈએ છીએ, તેથી જ અમે સામે એક ઓફિસ લીધી, જેથી તેઓ ત્યાં પોતાની મીટિંગો કરી શકે. આ દુનિયામાં કોઈ મને અને ગોવિંદાને અલગ કરી શકે તેમ નથી, કોઈ માઈ કા લાલ હો તો સામે આવે
ગોવિંદા-સુનિતાના લગ્નને 37 વર્ષ થયા
આ વાયરલ વીડિયો સામે આવ્યા પછી ચાહકો રાહતનો શ્વાસ લઈ રહ્યા છે. આ વીડિયો જૂનો છે કે નવો તે સ્પષ્ટ નથી, પરંતુ સુનિતાનું આ નિવેદન છૂટાછેડાની અફવાઓનો અંત લાવવા માટે પૂરતું છે. ઉલ્લેખનીય છે કે ગોવિંદાએ 1987માં સુનિતા સાથે લગ્ન કર્યા હતા. તે સમય દરમિયાન, ગોવિંદાનું સ્ટારડમ ફિલ્મ ઉદ્યોગમાં ચમકવા લાગ્યું હતું. બંનેએ આ લગ્ન ઘણા વર્ષો સુધી લોકોથી છુપાવીને રાખ્યા
આ પણ વાંચોઃ મહાકુંભ ફેઈમ મોનાલિસાના સ્ટેજ પર્ફોમન્સનો વીડિયો વાયરલ, તમે પણ જુઓ તેનો ડાન્સ