ગુજરાત હાઇકોર્ટના નવા ચીફ્ જસ્ટિસ તરીકે સુનિતા અગ્રવાલની આખરે સત્તાવાર નિમણૂક થઇ
- જસ્ટિસ સુનિતા અગ્રવાલ ગુજરાત હાઇકોર્ટના બીજા મહિલા ચીફ્ જસ્ટિસ
- હાલના કાર્યકારી ચીફ જસ્ટિસ એ.જે. દેસાઈને કેરળના ચીફ જસ્ટિસ બનાવાયા
- અત્યારે જસ્ટિસ સુનિતા અગ્રવાલ સમગ્ર દેશમાં એકમાત્ર મહિલા ચીફ્ જસ્ટિસ
ગુજરાત હાઇકોર્ટના નવા ચીફ્ જસ્ટિસ તરીકે સુનિતા અગ્રવાલની આખરે સત્તાવાર નિમણૂક થઇ છે. જેમાં જસ્ટિસ સુનિતા અગ્રવાલની ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસપદે નિયુક્તિ થયા છે. અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસની નવી નિમણૂકનું રાષ્ટ્રપતિનું જાહેરનામું છે. હાલના કાર્યકારી ચીફ જસ્ટિસ એ.જે. દેસાઈને કેરળના ચીફ જસ્ટિસ બનાવાયા છે.
આ પણ વાંચો: અમદાવાદ-ગાંધીનગરનો ઈન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ પ્લાન બનાવવાનો નિર્ણય કરાયો
ગુજરાત હાઇકોર્ટના નવા ચીફ્ જસ્ટિસ તરીકે અલ્હાબાદ હાઇકોર્ટના જસ્ટિસ સુનિતા અગ્રવાલની આખરે સત્તાવાર નિમણૂક કરી દેવામાં આવી છે. ભારતના રાષ્ટ્રપતિ દ્વારા સુપ્રીમ કોર્ટના ચીફ્ જસ્ટિસ સાથેની સલાહ મસલત બાદ જસ્ટિસ સુનિતા અગ્રવાલની ગુજરાત હાઇકોર્ટના ચીફ્ જસ્ટિસ તરીકેની નિમણૂક પર મંજૂરીની મહોર મારી હતી. બીજ બાજુ, ગુજરાત હાઇકોર્ટના હાલના એક્ટિંગ ચીફ્ જસ્ટિસ આશિષ જે. દેસાઇને કેરળ હાઇકોર્ટના ચીફ્ જસ્ટિસ તરીકે બઢતી આપી નિમણૂક કરવામાં આવી છે.
જસ્ટિસ સુનિતા અગ્રવાલ ગુજરાત હાઇકોર્ટના બીજા મહિલા ચીફ્ જસ્ટિસ
ભારતના રાષ્ટ્રપતિ તરફ્થી સત્તાવાર મંજૂરી અપાયા બાદ જસ્ટિસ સુનિતા અગ્રવાલ ગુજરાત હાઇકોર્ટના બીજા મહિલા ચીફ્ જસ્ટિસ બનશે આ પહેલા જસ્ટિસ સોનિયા ગોકાણી ગુજરાત હાઇકોર્ટના પ્રથમ મહિલા ચીફ્ જસ્ટિસ તરીકે નિયુક્તિ પામ્યા હતા. અત્યારે જસ્ટિસ સુનિતા અગ્રવાલ સમગ્ર દેશમાં એકમાત્ર મહિલા ચીફ્ જસ્ટિસ બન્યા છે. જસ્ટિસ સુનિતા અગ્રવાલ તા.21-11-2011ના રોજ અલ્હાબાદ હાઇકોર્ટના એડિશનલ જજ તરીકે નિમણૂક પામ્યા હતા અને તા.6-8-2013ના રોજ તેમણે કાયમી જજ તરીકેના શપથ ગ્રહણ કર્યા હતા. આ ઉપરાંત, ભારતના રાષ્ટ્રપતિ દ્વારા જસ્ટિસ આલોક આરાધેની તેલંગાણા હાઇકોર્ટના ચીફ્ જસ્ટિસ તરીકે અને જસ્ટિસ સુભાશિષ તાલાપાત્રાની ઓરિસ્સા હાઇકોર્ટના ચીફ્ જસ્ટિસ તરીકે પણ સત્તાવાર નિમણૂક કરાઈ છે.