સુનીલ શેટ્ટી પુત્ર અહાન સાથે પહોંચ્યો મહાકાલના દરબારમાં, જાણો શું કહ્યું?
- સુનીલ શેટ્ટી તેના પુત્ર સાથે શિવ ભક્તિમાં લીન જોવા મળ્યો હતો. આ દરમિયાન સુનીલ શેટ્ટી નંદી હોલમાં ઓમ નમઃ શિવાયનો જાપ કરતો જોવા મળ્યો હતો.
બોલિવુડ અભિનેતા સુનીલ શેટ્ટી આજે સવારે બાબા મહાકાલના દર્શન કરવા ઉજ્જૈન પહોંચ્યો હતો. અહીં તે પુત્ર અહાન શેટ્ટી સાથે જોવા મળ્યો હતો. પિતા પુત્ર બંનેએ ભગવાન મહાકાલના આશીર્વાદ લીધા અને ભસ્મ આરતીમાં પણ ભાગ લીધો હતો. સુનીલ શેટ્ટી તેના પુત્ર સાથે શિવ ભક્તિમાં લીન જોવા મળ્યો હતો. આ દરમિયાન સુનીલ શેટ્ટી નંદી હોલમાં ઓમ નમઃ શિવાયનો જાપ કરતો જોવા મળ્યો હતો.
વ્યવસ્થા માટે કર્યા વખાણ
અભિનેતાએ મહાકાલેશ્વર મંદિરની વ્યવસ્થા અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. પંડિત આશિષ પૂજારીએ જણાવ્યું કે ભગવાન મહાકાલની ભસ્મ આરતીમાં હાજરી આપ્યા બાદ તેમણે મંદિર સમિતિની વ્યવસ્થાની પણ ખૂબ પ્રશંસા કરી હતી.
ભસ્મ આરતીમાં પણ ભાગ લીધો
અભિનેતા સુનીલ શેટ્ટીએ જણાવ્યું કે, ભસ્મ આરતીમાં ભાગ લઈને ખૂબ જ આનંદની અનુભૂતિ થઈ રહી છે. ભસ્મ આરતીના અનુભવને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. તેમણે કહ્યું કે જ્યારે આરતી દરમિયાન આંખોમાંથી આંસુ નીકળે અને આખું શરીર કંપવા લાગે છે, ત્યારે વ્યક્તિને લાગે છે કે ભગવાન શિવ સાક્ષાત છે. ભગવાન મહાકાલની આરતીએ રુંવાડા ઊભા કરી દીધા હતો અને રોમ રોમ જાણે પુલકિત થઈ ગયું હતું.
અથિયા અને કેએલ રાહુલ પણ કરી ચુક્યા છે દર્શન
ભગવાન મહાકાલની ભસ્મ આરતી વિશ્વ પ્રસિદ્ધ છે અને હંમેશા શિવભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર માનવામાં આવે છે. બોલિવૂડના ઘણા મોટા સ્ટાર્સ અહીં આવ્યા છે. અભિનેતા સુનીલ શેટ્ટી પણ શિવભક્ત તરીકે ઓળખાય છે. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં તેમની પુત્રી આથિયા શેટ્ટી અને તેના પતિ ભારતીય ક્રિકેટર કેએલ રાહુલે પણ બાબા મહાકાલના દર્શન કર્યા હતા.
અનિષ્કા-વિરાટે પણ મહાકાલના આશીર્વાદ લીધા હતા
આથિયા અને રાહુલ ઉપરાંત વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ પણ ગયા વર્ષે માર્ચ મહિનામાં બાબા મહાકાલના દર્શન કર્યા હતા. બંનેએ ભસ્મ આરતી કરી હતી અને બાબા મહાકાલની પૂજા કરી હતી, જેની તસવીરો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ હતી.
આ પણ વાંચોઃ નવ વર્ષનો આધ્યાત્મિક વક્તા અભિનવ અરોરા અયોધ્યા પહોંચ્યો અને કહ્યું…