અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિશ્વાસુ સહાયક સુનિલભાઈ ઓઝાનું નિધન

Text To Speech

ગાંધીનગર, 29 નવેમ્બરઃ ગુજરાત ભાજપના પૂર્વ ધારાસભ્ય અને બિહાર ભાજપના સહ પ્રભારી સુનિલભાઈ ઓઝાનું આજે બુધવારે વહેલી સવારે નિધન થયું હતું.
હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા સુનિલભાઈનું હાર્ટ એટેકના કારણે દિલ્હી ખાતે અવસાન થયું હતું.

વારાણસી બેઠકનો વર્ષો સુધી હવાલો સંભાળનાર સુનિલ ઓઝાએ તાજેતરમાં જ રમેશભાઈ ઓઝાની કથાનું આયોજન કાશી ખાતે કર્યું હતું. સુનિલ ઓઝા  ભાવનગરના પૂર્વ ધારાસભ્ય હતા અને છેલ્લા દસ વર્ષથી વારાણસી ખાતે થયા હતા સ્થાયી થઈ ગયા હતા. નરેન્દ્ર મોદી 2002માં રાજકોટથી જીવનની સૌપ્રથમ ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે સુનિલભાઈ ઓઝાએ ઇનચાર્જ તરીકે ફરજ નિભાવી હતી.

અગાઉ સુનિલભાઈની તબિયત કથળતાં તેમને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે બુધવારે સવારે અંતિમ શ્વાસ લીધા હતા.

કાશીમાં નરેન્દ્રભાઈના ચૂંટણી સંયોજક તરીકે કામગીરી કરી ચૂકેલા સુનિલભાઈને ભાજપે છેલ્લે બિહારના સહ-પ્રભારી તરીકેની કામગીરી સોંપી હતી. સુનિલભાઈની અંતિમક્રિયા આવતીકાલે ગુરુવારે વારાણસીમાં કરવામાં આવશે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જગતપ્રકાશ નડ્ડાએ સુનિલ ઓઝાના નિધન અંગે શોક વ્યક્ત કર્યો હતો. નડ્ડાએ જણાવ્યું કે, ઓઝાજીનું સંપૂર્ણ જીવન લોકસેવા તથા સંગઠનને સમર્પિત હતું. તેમના નિધનથી ભાજપ પરિવારને પુરાય નહીં એવી ખોટ પડી છે. જે.પી. નડ્ડાએ સુનિલ ઓઝાના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.

Back to top button