સુનીલ ગાવસ્કરની ભારતીય ટીમને ચેતવણી, કહ્યું: બાંગ્લાદેશને હળવાશમાં લેવાની ભૂલ ન કરતા
- ભારતીય ટીમ 19 સપ્ટેમ્બરથી બે ટેસ્ટ મેચ માટે બાંગ્લાદેશની યજમાની કરી રહી છે
નવી દિલ્હી, 16 સપ્ટેમ્બર: ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે બાંગ્લાદેશ સામેની બે મેચની ટેસ્ટ સિરીઝ પહેલા રોહિત શર્મા અને કંપનીને ચેતવણી આપી છે. ભારતીય ટીમ 19 સપ્ટેમ્બરથી બે ટેસ્ટ મેચ માટે બાંગ્લાદેશની યજમાની કરી રહી છે. રોહિત શર્માની કપ્તાનીમાં ભારતીય ટીમ આ ટેસ્ટ સિરીઝ માટે ઘણો પરસેવો પાડી રહી છે. પ્રથમ ટેસ્ટ મેચ ચેન્નાઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. બાંગ્લાદેશની ટીમે હાલમાં જ પાકિસ્તાન વિરૂદ્ધ પાકિસ્તાનમાં બે મેચની ટેસ્ટ સિરીઝ જીતી હતી. ત્યારે સુનીલ ગાવસ્કરે રોહિત શર્મા સહિત ટીમ ઈન્ડિયાને બાંગ્લાદેશને કોઈપણ રીતે હળવાશમાં લેવાની ભૂલ ન કરવાની ચેતવણી આપી છે. બે વર્ષ પહેલા ઢાકામાં રમાયેલી ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે ભારતને મુશ્કેલી મૂકી હતી, જો કે શ્રેયસ અય્યર અને આર અશ્વિને મળીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી અને બાંગ્લાદેશને ભારત સામે તેની પ્રથમ ટેસ્ટ જીત નોંધાવતા અટકાવ્યું હતું.
ભારત-બાંગ્લાદેશ સિરીઝ વિશે ગાવસ્કરે શું કહ્યું?
ગાવસ્કરે મિડ-ડેમાં પોતાની કૉલમમાં લખ્યું છે કે, ‘પાકિસ્તાનમાં રમાયેલી બંને ટેસ્ટ મેચમાં પાકિસ્તાનને હરાવીને બાંગ્લાદેશે બતાવ્યું કે તેમની પાસે કેટલી તાકાત છે. આટલું જ નહીં બે વર્ષ પહેલા જ્યારે ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશનો પ્રવાસ કર્યો હતો ત્યારે પણ આ ટીમે ભારતને ટક્કર આપી હતી. હવે પાકિસ્તાન સામે ટેસ્ટ સિરીઝ જીત્યા બાદ તેમનું મનોબળ વધી ગયું છે અને હવે તે ભારતને પણ હરાવવા માંગશે.’
ગાવસ્કરે આગળ કહ્યું કે, ‘તેમની પાસે કેટલાક સારા ખેલાડીઓ છે અને કેટલાક યુવા ક્રિકેટરો પણ પ્રભાવિત કર્યા છે, જેઓ વિપક્ષનો સામનો કરવાથી ડરતા નથી. હવે જે પણ ટીમ તેમની સામે રમશે, તેમને(બાંગ્લાદેશ) હળવાશમાં નહીં લે, કારણ કે તેઓ જાણે છે કે બાંગ્લાદેશે પાકિસ્તાનને ટેસ્ટ સિરીઝમાં 2-0થી હરાવ્યું છે. ત્યારે આ સિરીઝ જોવા જેવી રહેશે.
શા માટે ભારત માટે આગામી 10 ટેસ્ટ મેચ મહત્ત્વપૂર્ણ
ભારતીય ટીમે આગામી થોડા મહિનામાં કુલ 10 ટેસ્ટ મેચ રમવાની છે, જેમાં બાંગ્લાદેશ સામે બે, ન્યુઝીલેન્ડ સામે ત્રણ મેચ તેની ધરતી પર છે, જ્યારે પછી તેણે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરવો પડશે, જ્યાં પાંચ ટેસ્ટ મેચો રમાશે. મેચો રમવાની રહેશે. ભારતીય ટીમ ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25 પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે, પરંતુ ફાઇનલમાં પહોંચવા માટે તેણે શક્ય તેટલી બાકીની મેચો જીતવી પડશે. ગાવસ્કરે આ અંગે પોતાની કોલમમાં લખ્યું, ‘ભારતે આવતા સાડા ચાર મહિનામાં 10 ટેસ્ટ મેચ રમવાની છે. ભારતે આમાંથી ઓછામાં ઓછી પાંચ ટેસ્ટ મેચ જીતવી પડશે, જેથી તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25ની ફાઇનલમાં પહોંચી શકે. આમાંથી કોઈ પણ ટેસ્ટ ભારત માટે આસાન નથી.
આ પણ જૂઓ: ઈશાન કિશન અને શુભમન ગિલના બાંગ્લાદેશ સામે T20 રમવા અંગે આવ્યું Update, જાણો શું છે